ખાસ-ખબર સંવાદદાતા
2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટીનો પ્રચાર પુર જોશમાં જોવા મળી રહ્યો છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજુ પરિબળ જોવા મળી રહ્યુ છે. ત્યારે જિલ્લાની માણાવદર બેઠક પર પંજાબના મુખ્યમંત્રીએ રોડ શો યોજયો ગઇકાલે મેંદરડાની મુખ્ય બજાર પર રોડ શો યોજીને સ્થાનિક લોકો સાથે વાત ચીત કરી હતી અને લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનબાપુ ભાદરકાની હાજરીમાં રોડ શો યોજાયો હતો.