પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વળતર ચૂકવ્યા વગર ખેતરમાં કામ કરતા હોવાની આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ધ્રાંગધ્રા પંથકમાં ફરી એક વખત પાવરગ્રીડ કંપની સાથે ખેડૂતોને માથાકુટ સર્જાઈ છે. જેમાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ ઊભા કરવા બાબતે અગાઉ પણ ખેડૂતોને વળતર નહીં ચૂકવ્યું હોવાના લીધે ઘનશ્યામગઢ ગામના ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના કર્મચારીઓનું કામ બંધ કરાવતા બંને વચ્ચે ઘર્ષણ થતા સ્થાનિક પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી ત્યારે ફરીથી આ વીજપોલ પર વીજ વાયર ખેંચવાનું કામ શરૂ થયા હજુ સુધી ખેડૂતોને પૂરતી વળતર નહીં મળ્યું હોવાના આક્ષેપ સાથે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ સાથે માથાકુટ થઈ હતી. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજપોલ પર વાયર ખેંચવા માટે ખેતરે પહોંચ્યા હતા આ તરફ કામ શરૂ થતા જ ખાનગી કામોની સામે રોષે ભરાયેલા ખેડૂતો સ્થળ પર પહોંચી તાત્કાલિક કામ બંધ કરાવવા બોલાચાલી કરી હતી જોકે વાત વણસે તે પૂર્વે જ તાત્કાલિક પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ ખેડૂતો દ્વારા પૂરતું વળતર આપ્યા બાદ જ કામ શરૂ કરવાની હઠ પકડતા કામ અધૂરું રાખવામાં આવ્યું હતું.



