ચીને તેના વધુ એક સમાનવ-અવકાશ યાન શેનઝોઉ-16નેત્રણ અવકાશયાત્રીઓ સાથે રવાના કર્યુ છે.
જે ચીનની સ્પેસલેબમાં રહેલા ત્રણ અવકાશયાત્રીઓનું સ્થાન લેશે. ચીનનું આ પાંચમું સમાનવ અવકાશ મીશન છે અને તે આ દશકાના અંત સુધીમાં ચંદ્ર પર ચીની અવકાશયાત્રીઓને ઉતારવાનું મીશન ઘડશે.
- Advertisement -
આજે ઉતરીય ચીનના જિઉકવાન લોન્ચીંગ સેન્ટરથી શેનઝોઉ-16 રવાના થયું હતું જે ચીનની સ્પેસલેબ સાથે જોડાશે અને આ લેબમાં રહેલા ચીનના ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવશે.
ચીન તેની આ સ્પેસલેબનું પણ વિસ્તરણ કરી રહ્યું છે. હાલ આ સ્પેસલેબ ટી-આકારની છે જે હવે ક્રોસ-શેઈપની બનાવાશે.