By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    3 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    3 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    4 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    5 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
    14 hours ago
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ
    14 hours ago
    બાળકના ઉછેર માટે માતાનો સ્નેહ અનિવાર્ય
    14 hours ago
    ભારતમાં બીયર-સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત
    14 hours ago
    શિયાળા પહેલાં જ દેશનાં મહાનગરોમાં શ્વાસ લેવો મુશ્કેલ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    3 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Cannibal Holocaust એક કદી ન જોવા જેવી ફિલ્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > Cannibal Holocaust એક કદી ન જોવા જેવી ફિલ્મ
AuthorTushar Daveરાજકોટહોલીવુડ

Cannibal Holocaust એક કદી ન જોવા જેવી ફિલ્મ

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 2:01 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

નૃશંસ હત્યાકાંડ દર્શાવતી એટલી વાસ્તવિક ફિલ્મ કે જેમાં અભિનય કરનારા કલાકારો જીવતાં છે એ સાબિત કરવા કોર્ટમાં રજૂ કરવા પડેલાં!

વાત એટલી ખતરનાક ઈટાલિયન ફિલ્મની કે જે બનાવ્યા બાદ ખુદ ડિરેક્ટરને એ બનાવવા બદલ પસ્તાવો થયેલો

તુષાર દવે

Contents
નૃશંસ હત્યાકાંડ દર્શાવતી એટલી વાસ્તવિક ફિલ્મ કે જેમાં અભિનય કરનારા કલાકારો જીવતાં છે એ સાબિત કરવા કોર્ટમાં રજૂ કરવા પડેલાં!વાત એટલી ખતરનાક ઈટાલિયન ફિલ્મની કે જે બનાવ્યા બાદ ખુદ ડિરેક્ટરને એ બનાવવા બદલ પસ્તાવો થયેલો

તમે વિચાર કરો કે ફિલ્મ શોલેમાં બચ્ચન મરી જાય છે એની હત્યા એટલી ક્રૂર અને વાસ્તવિક બતાવવામાં આવી હોય કે એ જોઈને દર્શકોને ખરેખર વિશ્વાસ થઈ જાય કે ફિલ્મના દૃશ્યને અતિવાસ્તવિક બનનાવવા માટે દિગ્દર્શકે બચ્ચનનો જીવ લઈ લીધો છે તો! એટલુ ઓછું હોય એમ બચ્ચન ક્યાંક મળે જ નહીં તો શંકા કેવી બેવડાય! એ સંજોગોમાં મામલો કોર્ટમાં જાય અને બચ્ચન મરી નથી ગયો એ સાબિત કરવા રમેશ સિપ્પીએ બચ્ચનને કોર્ટમાં હાજર કરવો પડે તો કેવું લાગે! આવું એક ફિલ્મ માટે ખરેખર બનેલું. 1980માં આવેલી ફિલ્મ ’કેનિબલ હોલોકાસ્ટ’ માટે.

કેનિબલ હોલોકાસ્ટ એટલે નરભક્ષી હત્યાકાંડ. ફિલ્મનો પ્લોટ એવો છે કે એમેઝોનના વરસાદી જંગલોમાં વસતા આદિવાસીઓ પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ગયેલી એક ટૂકડી સાથે નરભક્ષી જે ક્રૂરતા આચરે છે એનું અહીં શબ્દોમાં વર્ણન શક્ય નથી. એ ટૂકડીના કેટલાય સભ્યો આદિવાસીઓના હાથે બલી ચડી જાય છે અને પરત ફરતા નથી. એ ટીમ સાથે ગયેલો એક પ્રોફેસર મોરોન યેનકેન પ્રકારેણ ભાગીને પાછો આવવામાં સફળ રહે છે. બીજી તરફ ન્યૂયોર્કમાં પાન અમેરિકન બ્રોડકાસિ્ંટગ સિસ્ટમ મોરોનને એ ડોક્યુમેન્ટ્રી ઓનએર કરવા માટે આમંત્રણ આપે છે. ભયભીત મોરોન એમ કરવાની ના પાડે છે. બ્રોડકાસ્ટ સર્વિસના ખુબ દબાણ બાદ મોરોન એમને એ અસલી અને અનએડિટેડ ફૂટેજ બતાવે છે જે અત્યાર સુધી માત્ર એણે જ જોયા હોય છે. એ ફૂટેજ જોઈને બધાંની આંખો પહોળી થઈ જાય છે. એમાં એટલી બધી અને એ હદની ક્રૂરતા ભરી હોય છે કે લાગે કે આવું માણસજાત કરી જ ન શકે. આ નક્કી કોઈ રાક્ષસોનું જ કામ હોઈ શકે.

મિલાનમાં ફિલ્મનું પ્રિમિયર થયા બાદ ઈટાલીની આખા ફિલ્મજગતમાં હોબાળો મચી ગયો. કેટલાક ફિલ્મ ક્રિટિક્સે નોંધ્યું કે ફિલ્મમાં બતાવાયેલા હત્યાના દૃશ્યો વાસ્તવિક છે. જેના પગલે તાત્કાલિક કોર્ટ દ્વારા ફિલ્મની બધી કોપી જપ્ત કરીને અશ્લિલતાના આરોપ હેઠળ ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોની ધરપકડ કરી લેવામાં આવી. પછીથી તેના પર હત્યાનો આરોપ પણ લાગ્યો. કારણ કે ફિલ્મના એ ભયંકર દૃશ્યો જોઈને કોર્ટને લાગતું હતું કે ફિલ્મમાં કોઈ એક્ટરની તો ઓન કેમેરા હત્યાં થઈ જ છે.
લોકો અને અદાલત પણ આવું માનતી થઈ ગઈ એની પાછળ પણ આ ડિરેક્ટરનું ખુરાફાતી દિમાગ અને એક અજાયબ કોન્ટ્રાક્ટ જવાબદાર હતો. ડિરેક્ટરે ફિલ્મમાં કામ કરનારા દરેક કલાકાર સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો કે શૂટિંગ પૂર્ણ થયા બાદ એ લોકોએ એક વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ થઈ જવું. જેથી ફિલ્મમાં તેઓ ખરેખર મરી ગયા છે તેવો ભ્રમ પેદા થાય. હવે એના પોતાના જ કર્યાં પોતાને ભારે પડી રહ્યાં હતાં. એ જેલમાં હતો અને એના પર હત્યાઓનો આરોપ હતો. એણે યેનકેન પ્રકારે એક કલાકાર લુકા બાર્બારિસ્કીનો કોન્ટેક્ટ કર્યો અને એને કહ્યું કે તારા સિવાયના બીજા જે ત્રણ કલાકારો અંડરગ્રાઉન્ડ થયા છે એમને ગમે ત્યાંથી શોધી લાવ. અંતે એ તમામને ફિલ્મમાં ઓન કેમેરા મારી નથી નાંખવામાં આવ્યાં પણ જીવતા છે એ પૂરવાર કરવા કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં અને ડિરેક્ટરને હત્યાના આરોપોમાંથી મૂક્તિ મળી. ફિલ્મના વર્ષો બાદ એક ઈન્ટરવ્યૂમાં ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોએ આ ફિલ્મ બનાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો કારણ કે ફિલ્મમાં માણસો ખરેખર ભલે ન મર્યાં હોય, પણ ફિલ્મમાં પશુ-પ્રાણીઓની હત્યાના જે દૃશ્યો હતા એ રિયલ હતાં. કલાકારો પાસે ખરેખર ડુક્કર, વાંદરા, સાપ અને કાચબા જેવા જીવોની હત્યા કરાવવામાં આવી હતી. કાચબાવાળું દૃશ્ય ભજવીને એક્ટર પેરી પિર્કનેન તો રડી પડેલો.
વેલ, આ ફિલ્મ આખી અથવા કટકે કટકે યુ ટ્યુબ પર મળી રહેશે. પ્રયોગશીલ ફિલ્મોના અભ્યાસુઓ સિવાય કોઈ કાચા-પોચા હદયના માણસોએ જોવાની હિંમત કરવી નહીં.

- Advertisement -

વિઝ્યુઅલની ‘ફાઉન્ડ ફૂટેજ’ ટેકનિકનો પાયો નાખ્યો
આ ફિલ્મે વિઝ્યુઅલલમાં ફાઉન્ડ ફૂટેજ ટેકનિક કે જોનરનો પાયો નાંખ્યો હોવાનું મનાય છે. ફાઉન્ડ ફૂટેજ ટેકનિક એટલે કે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ ગાયબ થયું અને પછીથી એમના કેમેરામાંથી જે ફૂટેજ મળે એના આધારે વાર્તા આગળ ચાલે. ફૂટેજ સાવ રો હોય. કેમેરો કોઈના હાથમાં હોય કે ક્યાંક પડ્યો હોય અથવા સીસીટીવી કેમેરા હોય, કેમેરો હલન ચલન ન કરતો હોય. પાત્રો એની સામે જ્યાં જેટલું કરે એટલું જ દેખાય. પછી અનેક હોરર ફિલ્મોમાં માહૌલ વધુ ડરામણો બનાવવા આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો. બહુ ચાલેલી ’પેરાનોર્મલ એક્ટિવિટી’ સિરિઝ એનું એક ઉદાહરણ છે. ભારતમાં ’રાગીણી એમએમએસ’ અને ’લવ, સેક્સ ઓર ધોખા’ જેવી ફિલ્મોમાં આ ટેકનિકનો આંશિક ઉપયોગ જોવા મળ્યો.

ફેક્ટ્સ

50 દેશમાં પ્રતિબંધિત, જાપાનમાં સેક્ધડ હાઈએસ્ટ ગ્રોસિંગ
વિશ્ર્વના લગભગ 50 જેટલા દેશોએ આ ફિલ્મની અલગ અલગ સમયગાળા પૂરતી બેન કરી હતી.
1982માં જાપાનમાં સૌથી વધુ વકરો કરવામાં આ ફિલ્મ બીજા નંબરે રહી હતી.
ડિરેક્ટરે એક વાર કહેલું કે એને આ ફિલ્મનો વિચાર એનો પુત્ર એક ન્યૂઝ રિપોર્ટ જોઈ રહ્યો હતો ત્યાંથી આવ્યો હતો. એ ન્યૂઝમાં જર્નાલિસ્ટ હિંસા પર જ ફોકસ કરી રહ્યાં હતાં. એમના એંગલ જ એવા હતા કે વધુને વધુ સેન્સેલાઈઝ્ડ રીતે હિંસા પ્રસ્તુત થાય.
વિશ્ર્વમાં આ ફિલ્મનો એક કલ્ટ છે. ઘણાં લોકો ડિરેક્ટર ઈચ્છતો હતો એ રીતે આ ફિલ્મમાં સાચી હત્યાઓ થઈ હોવાનું માને છે.
ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોએ ટોરેન્ટિનો અને ઓલિવર સ્ટોન જેવા માંધાતા ડિરેક્ટર્સને પણ પ્રેરણા આપી છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી: મનપાના પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા

500 ચો. મી.થી નાના ફટાકડા સ્ટોલને NOCમાંથી મુક્તિઃ ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજીયાત

રાજકોટ જિલ્લામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવેલી અરજીઓમાંથી 5314 મંજૂર

રાજકોટમાં ડેન્ગ્યુના નવા 6 કેસ: શરદી- તાવના 1600થી વધુ દર્દીઓ નોંધાયા

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુશાંત: CBI પણ ટૂંકી પડે તેવી સ્યૂસાઇડ – મિસ્ટ્રી
Next Article ન્યૂ ટ્રેન્ડ: લોકડાયરાથી માંડી ફિલ્મની હવે OTT પર રમઝટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર: રાજ્ય સરકારની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભાવનગરમાં શરદ પૂનમની ઉજવણી: શહેરીજનોએ ઊંધિયું અને દહીંવડાની મિજબાની માણી
‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
દ્વારકાના આઈસ પ્લાન્ટ્સમાં સલામતી રામભરોસેઃ એમોનિયા ગેસ-પ્રદૂષણનું જોખમ
કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો
પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી: મનપાના પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

500 ચો. મી.થી નાના ફટાકડા સ્ટોલને NOCમાંથી મુક્તિઃ ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજીયાત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ જિલ્લામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવેલી અરજીઓમાંથી 5314 મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?