વિકાસની વાટ જોતું…પોર બનશે સિંગાપોર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના અનુસંધાને ગુજરાતમાં સિંગાપોર અને હોંગોકોંગની જેમ ગ્લોબલ પોર્ટ સીટી બનાવામાં લીસ્ટેડ કરાયેલા શહેરોમાં પોરબંદરનું નામ પણ સામેલ.પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પ્રયાસ કરેતો પોરબંદર સીંગાપોર બની શકે તેવી પોરબંદરવાસીઓની આશા. સુદામાપુરી અને ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદર વર્ષોથી વિકાસની વાટ જોઇ રહ્યુ છે તેવા સમયે ગુજરાત અને ખાસ કરીને પોરબંદર સહિતા ચાર શહેરો સિંગાપોર અને હોંગોકોંગની જેમ ગ્લોબલ પોર્ટ સીટી બનાવામાં લીસ્ટેડકરવામાં આવ્યા છે ત્યારે પોરબંદરવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદરને ગ્લોબલ પોર્ટ સીટી તરીકે પસંદગી કરવામાં આવે તેવુ પોરબંદરવાસીઓ ઈરછી રહ્યા છે
આ ઈરછા પરિપૂર્ણ કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવિયા તેમજ ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પ્રયાસો કરશે તો ચોકકસ પોરબંદરની ગ્લોબલ પોર્ટ સીટી તરીકે પસંદગી થશે તેવુ પોરબંદરવાસીઓ કહી રહ્યા છે .પોરબંદરમાં વર્ષોથી ખાસ મોટા કોઈ ઉદ્યોગો નથી જેના કારણે ખેતી અને મત્સસ્યોઉદ્યોગ પર આધારીત રહેવુ પડે છે. તેવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના અનુસંધાને ગુજરાતમાં સિંગાપોર અને હોંગોકોંગની જેમ ગ્લોબલ પોર્ટ સીટી બનાવામાં લીસ્ટેડ કરાયેલા શહેરોમાં પોરબંદરનુ નામ પણ સામેલ કરવામાં આવ્યુ છે. સુરત, ભાવનગર અને વલાસાડ ઉદ્યોગીક ક્ષેત્રે સક્ષમ છે ત્યારે પોરબંદરને વિકાસની જરૂરીયાત છે જો પોરબંદરની ગ્લોબલ પોર્ટસીટી તરીકે પસંદગી કરવામાં આવતો સોનાનો સુરજ ઉગશે તેવુ પોરબંદરવાસીઓ કહી રહ્યા છે.