પિતાની કિડની નિષ્ફળ જતા પ્રેરણા મળી.
અંગદાન જાગૃતિમાં શરૂઆતમાંઅપમાન અને ધક્કે ચડ્યા ગાળોથી નવજાયા. ખૂબ સહન કરવાનો વારો આવ્યો. પણ આખરે પરિસ્થિતિ બદલી આજે અંગ દાન માટે લોકો સામે થી બોલાવે છે, સુરતમાંથી ૩૬ હદય દાનમાં મેળવ્યા બીજા ઘણાબધા અંગોનું દાન કરાવીને સંખ્યાબંધને નવું જીવન.
૮૭૦વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થયું, ઓર્ગનમેન” નિલેશભાઈ માંડલેવાલાનું સેવારત જીવન.
સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂરત. અનેકઉપનામોથી સુશોભિત છે. સિલ્કસિટી, ટેક્ષટાઈલ અને ડાયમન્ડ સીટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે “ઓર્ગન ડોનર સીટી” તરીકેની. એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિસસ્વાર્થ ખેવના સોળ વર્ષની તપસ્યા અને એમની સાથે જોડાયેલી ટીમ ની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને લગન.
આવુ વ્યક્તિત્વ એટલે આ ટીમનું સફળ નેતૃત્વ કરનાર નિલેશ માંડલેવાલા. નિલેશભાઈ એટલે સધર્ન ચેમ્બર ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સફળ પ્રમુખ તરીકે સેવા આપનારતેમજ સમાજ સેવાનીઅનેક પ્રવૃતિઓમાં પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક બિઝનેસમેન અથવા ચેમ્બર પ્રમુખ તરીકે ઓળખાતા હતા, પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય. હવે તેઓ ઓર્ગન ડોનેશન એટલે અંગદાન માટેડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતાબની ગયા છે.
- Advertisement -

એક સક્ષમ ઉધોગપતિ માં એકાએક પરિવર્તન એ રીતે આવ્યુ કે આ વાત ૧૯૯૭ ની છે. એમના પિતાની કિડની નિષ્ફળ થતા વર્ષ ૨૦૦૪ થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું, આ દરિમયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરીવારની તકલીફોઅને દુઃખથી નજરો નજર વાકેફ થયેલા. આ બધું જોયા પછી તેમના જીવનમાં એક નવી ચેતના અને નવી દિશા પ્રાપ્ત થઈ અને એ હતી અંગદાન મેળવવાની પ્રવૃત્તિવર્ષ -૨૦૦૫ થી તેમણે સુરત શહેરમાં અંગદાન અંગે ઝુંબેશ ઉપાડી.

- Advertisement -
એ સમયે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિનો અભાવ હતો. જયારે તેઓ ને ખબર પડે કે કોઈ હોસ્પિટલમાં બ્રેન ડેડ વ્યક્તિ સારવાર હેઠળ છે.. તુરંત પોતાનો બીઝનેસ છોડી તે દર્દીના સ્વજનોનોને મળવા હોસ્પિટલમાંપહોંચી જતા અને બે હાથ જોડી સમજણ આપવાનો પ્રયાસ કરતા પણ તેઓને વ્યાપક નિરાશા મળતી કેટલીકવાર અસભ્ય વર્તન, અપમાન, અપશબ્દો સાંભળવાં સહન કરવા પડતા અને ક્યારેક ધક્કે ચડવાનો વારો પણ આવતો. પણ ઉદ્યોગ સાહસિક એવા નિલેશભાઈહિંમત હાર્યા વગર ICU ની બહાર, હોસ્પિટલ ના પેસેજમાં ઉભા રહીને સ્વજનના પરીવારજનોને તેમના વહાલા સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવવાનો પ્રયાસ જારી રાખતા.

વર્ષ ૨૦૦૫થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મી ની જેમ કાર્ય કરતા રહ્યા. નિલેશભાઈએ વર્ષ ૨૦૧૪ માં શહેરના નામાંકિત મહાનુંભાવો તથા સ્વયંસેવકોના સહયોગથી “ડોનેટ લાઈફ “નામનીસંસ્થા ની સ્થાપના કરી.ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન ની જાગૃતિ લાવવાનો અને બ્રેઇનડેડ વ્યક્તિના પરીવાર જનો ને સમજાવી અગદાન માટે તૈયાર કરાવીકિડની,લીવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફસા ના રોગોથી પીડાતી વ્યક્તિઓમાં દાનમાં મેળવેલ અંગો પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ્ય અને નવજીવન બક્ષવાનો મુખ્યહેતું. બીજા દેશો ની સરખામણી એ આપણા દેશમાં ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ ખુબજ ઓછી તેના કારણોમાં અજ્ઞાનતા , જાગૃતિ નો અભાવ ધાર્મિક ગેર માન્યતાઓએ અને બીજું ઘણું બધું કારણભૂત હતું.
અંગદાન માટે સમાજ ને ચેતન વંતો કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાનની જનજાગૃતિ માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા અને ધીમે ધીમે સફળતા તરફ આગળ વધ્યા.

શહેરમાં વિવિધ સેમિનારો , પ્રદર્શનો, વોકાથોન, પતંગોત્સવ, રેડિયો વાર્તાલાપ,ટેલીવીઝન તેમજ ડીઝીટલ મીડિયા સોશિયલ મીડિયા વગેરેનો ભરપૂર ઉપયોગ કરીનેપાંચ કરોડ થી વધુ લોકો સુધી પહોંચવામાં સફળતા મેળવી અને અંગદાન-જીવનદાનનું મહત્વ સમજાવ્યું. આજે પણ દુનિયા ભરના પાંચ કરોડ લોકો સંસ્થા ની ગતિવિધિ ના ફોલોઅર્સ છે.
બાકી હતું તે આ સંસ્થાએ સ્મશાન ભૂમિમાં પણ જઈને અંગદાન અંગેની જનજાગૃતિ નો કાર્યક્રમ કર્યા હતા. આખરે સફળતા મળવા લાગી. લોકસભા સેક્રેટરીએટ ઓફિસર અને સ્ટાફ માટે ઓનલાઈન વર્કશોપ દ્વારા અંગદાન નું મહત્વ ની સમજણ પણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ નું આયોજન પાર્લામેન્ટ રિચર્સ ટ્રેનિંગ ફોર ડેમોક્રેસી (પ્રાઇડ) લોકસભાના સેક્રેટરીએટ દ્વારા કરવામા આવ્યું હતું.
આ બધા ભરપૂર પ્રયાસો બાદ આજે એ સ્થિતિ આવી કે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય તો તેની જાણ ડોકટરો, દર્દીના પરિવારજનો સૌપ્રથમ સુરતના નિલેશભાઈને કરે છે એ હદે આજે પરિસ્થિતિ બદલાઈગઈ.
જ્યારેસોળ વર્ષ પહેલા એજ નિલેશભાઈને લોકોતરફથી નિરાશા,અપમાન, કેટલાક તો ગાળો પણ દેતા હવે સમય બદલાયો તેઓને સામેથી આવકાર મળે છે એ પણ તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને તેમની કૃપા માને છે. તેઓની સોળ વર્ષની તપસ્યા એમના એક જ દિશાના પ્રયત્નો એ લોક માનસમાં આંગદાન અંગે જાગૃતિ લાવી દીધી.
બ્રેઇનડેડ દર્દી ના પરીવાર નો સહયોગ અને સગાઓની સહમતી મળ્યા બાદ અંગપ્રાપ્તી તથા ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા SOTTO નો સંપર્ક કરવામાં આવે છે.ડોનેટ લાઈફ અંગદાતા તથા SOTTO, ROTTO અને NOTTO વચ્ચે એક માધ્યમ નું કાર્ય કરે છે.
હૃદય, ફેફસા, કિડની, લીવર,સ્વાદુપિંડ જેવામહત્વના અંગો સમયસર એક શહેરમાંથી બીજા શહેરમાંકે બીજા રાજ્યમાં પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ અને રાજ્યભરના વિવિધશહેરો અને ગ્રામ્ય પોલીસ તેમજ સુરત એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનનું કાર્ય પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
અંગદાન બાદમેડીકોલીગલ કેસમા ડોનેટ લાઈફની અંગદાતાનો પોલીસ પંચકેસ તથા પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ મહત્વની ભૂમિકારહી છે. વળી અંગદાતાના પાર્થિવ શરીરનું પુરા સન્માન સાથે એના ઘર, ગામ કે શહેર સુધી પહોચાડવાની યોગ્ય વ્યવસ્થામાં પણ તેઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પરીવારમાંથી આવતા બ્રેઇનડેડ વ્યક્તિઓ બાળકોના શિક્ષણની જવાબદારી પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં જે કેડેવરિક કિડની, લીવરઅને સ્વાદુપિંડ ના દાન થાય છે તેમાંથી ૫૦%, હૃદય ના દાનના ૭૩% અને ફેફસાના દાનના ૮૩% દાન કરાવવાનું શ્રેય ડોનેટ લાઈફ સંસ્થા ને જાય છે, ગુજરાતમાં સૌપ્રથમ વખત હાડકાઓનું દાન કરાવવાનું શ્રેય પણ ડોનેટ લાઈફને ફાળે જાય છે.
ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત આંતરસિટી કેડરિક કિડની, આંતરરાજ્ય લીવર, હ્રદય અને ફેફસાનું દાન કરાવીને તેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના વિવિધ શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગ્લોર,કોલકત્તા,હૈદરાબાદ, ઇન્દોરઅનેઅમદાવાદમાં કરાવવામાં સફળતા મેળવી છે.
સપ્ટેમ્બર ૨૦૧૭ માં ડોનેટ લાઈફ દ્વારા ૧૪ મહિનાના બ્રેઇનડેડ બાળકના કિડની અને હદયનું દાન કરાવડાવ્યું હતું. તે હદયનું ટ્રાન્સપ્લાન્ટ સાડા ત્રણ વર્ષ ની દિકરીમાં મુંબઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.નાની ઉમરના બાળકના અંગદાન અને સૌથી નાની ઉમરની બાળકી માં હદય ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. આ ઘટના દેશમાં સૌથી વધુ ચર્ચા માં આવી હતી.
ડિસેમ્બર ૨૦૨૦માં ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામનાઅઢી વર્ષ બાળકના અંગો નું દાન કરાવવામાં આવ્યું હતું.દેશમાં સૌથી નાની ઉમરના બાળકનામલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનની આ સૌપ્રથમ ઘટનાએ પણ દેશ ભરમાં ભારે લાગણી મેળવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૧માં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે ૧૮ વર્ષીય મિત્રોના કિડની, લિવર, ફેફસાં અને ચક્ષુઓ મળી કુલ ૧૩ અંગો અને ટીસ્યુંઓનું દાન કરવવામાં આવ્યું હતું. જેને કારણે ૧૨ વ્યક્તિઓને નવુંજીવન અને દ્રષ્ટિ મળી હતી.જે ગુજરાતનીસૌપ્રથમઘટના હતી.
ગુજરાતમાંથી ઓગણપચાસ જેટલા હદયના અને ચોવીસ ફેફસાના દાન મેળવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યુ છે.સુરતથી દાનમાં મેળવવામાં આવેલા છત્રીસ હદય અને વીસ ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદઉપરાંત અંગદાન ક્ષેત્રેમાં સુરતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સૂરતથી દાનમાં મેળવવામાં આવેલા હદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન,યુએઇઅને રશિયાના નાગરિકો અને ફેફસાનું દાન યુક્રેનના નાગરીકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમની તસ્વીર વાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી દરેક અંગદાન કરનાર વ્યક્તિ ને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆતકરવામાં આવી છે.
મહામહિમ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી દ્વારા સાર્વજનિકમંચ ઉપરથી નિલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે” નિલેશભાઈ આપ આગળ વધો, કેવળ ગુજરાતજનહીં……પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે.”
હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએકેડેવર અંગદાન દ્વારા ઓર્ગનની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેના નિલેશભાઈના ઉમદા કાર્ય માટે પ્રસંશાપત્ર લખ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા.
તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાર્વજનિક મંચ પરથી તેમની ભારોભાર પ્રસંશા કરતા જણાવ્યુ હતુ કે“લોકોને જીવનદાન મળે એ માટે તમે ખૂબ સુંદર કાર્ય કરો છો, તેને કારણે ગુજરાતની ગરીમા અને પ્રતિષ્ઠા વધી છે”.
અંગદાનના કાર્યોમાં તેમણે આપેલ યોગદાનની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ ઓર્ગન અનેટીસ્યુંપ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સિમિતના સભ્ય તરીકે તેમની નિમણુંક કરી છે.
કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું રહ્યું હતું, ત્યારે ડોનેટ લાઈફ સુરત દ્વારા છેલ્લા એક વર્ષમાં ૪૬ કિડની, ૨૬ લિવર, ૧૦ હદય , ૧૬ ફેફસા , ૧ પેન્ક્રીયાસ અને ૪૪ ચક્ષુદાન સહીત ૧૪૩ અંગો અનેટીસ્યુઓના દાન મેળવી દેશ અને વિદેશના ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપવામાં સફળતામેળવી છે.
અંગદાન ની પ્રગતિ માં સુરત શહેર અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે એક અલગ ઓળખ અપાવનાર સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ નીલેશ માંડલેવાલાએ ડોનેટ લાઈફના માઘ્યમથી અંગદાન-જીવનદાનની જનજાગૃતિની અલખ જગાવીને કાર્યરત રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંગદાનની વિગતો જોઈએ તો ૪૦૬ કિડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રીયાસ,૩૬ હદય , ૨૦ ફેફસાં અને ૩૦૮ ચક્ષુદાન કુલ ૯૪૯અંગો અને ટીસ્યુઓનું દાન મેળવી દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ ૮૭૦ વ્યક્તિઓને નવજીવન અને નવી જીંદગી આપવામાં સફળતા મેળવી છે.
દેશમાં દરવર્ષે પાંચ લાખ થી વધુ દર્દીઓ ઓર્ગનન મળવાને કારણે મૃત્યુ પામે છે ત્યારે આવા દર્દીઓની સહાયતા કરવાતથાતેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમજ નવજીવન આપવાના આશયથી ઓર્ગનમેન તરીકે જાણીતાથયેલા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા પોતાનું જીવન આ ઉમદા કાર્યમાટે છેલ્લા સોળ વર્ષથી સમર્પિત કર્યું છે. આવો તેઓને એક સલામ કરીએ.



