સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
એક જુઠાણું વારંવાર રીપિટ કરો એટલે લોકો તેને સાચું માનવા માંડે છે.
– હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ
ગયા લેખમાં આપણે ડાઉનફોલ ફિલ્મ વિશે જાણ્યું. જેમને ખબર ન હોય તેમના માટે એક ક્વિક રીકેપ: દિગ્દર્શક રોરી કેનેડી, લેખક માર્ક બેઈલી અને કેવન મેકઅલેસ્ટરે એક 2022માં નેટફલિકસ માટે એક અફલાતૂન અને આંખો ઉઘાડનારી ડોક્યુડ્રામા ફિલ્મ બનાવી: Downfall: The Case Against Boing. ખાલી દોઢ કલાકનો રનટાઈમ ધરાવતી આ ફિલ્મ કોર્પોરેટ કલ્ચરમાં માનવતાના ભોગે પણ ચાલતી હરીફાઈ, કાર્યસ્થળે પ્રવર્તતા ઝેરીલા વાતાવરણ, બેદરકારી અને પછી તેને પોતાની ખોખલી પ્રતિષ્ઠાને બચાવવા માટે ઢાંકવા માટે કરતા અધમકક્ષાના આયાસો આ બધા પાસાને સુપેરે ઉજાગર કરે છે. ઉપરથી સુપરપાવર દેખાતા પણ અંદરથી ભ્રષ્ટાચારથી ખદબદતા અમેરિકાની પણ ઘેરી બાજુ તેમ જીવ મળે છે.
1. વર્ક કલ્ચર: અત્યારના સમય મુજબ આ શબ્દ બહુ જ સાંભળવા મળે છે. બોઇંગ કંપની પહેલા ખૂબ જ પ્રગતિશીલ અને ઉત્સાહપ્રેરક કંપની હતી પણ જેવા જ તેના સંચાલનમાં ફેરફારો થયા કે તરત જ તેનું વાતાવરણ અવિશ્વાસ, દ્વેષ, અણગમાથી ભરપુર બની ગયું અને તેની અસર સીધી તેના ઉત્પાદન પર પડી.
2. કોર્પોરેટ દિગ્ગજોની નાલાયકી: પોતાના ઉત્પાદનમાં જ વાંધો છે તે જાણવા છતાં બોઇંગ કંપનીએ એરલાઈન્સ નો જ વાંક કાઢવાનો ચાલુ રાખ્યો બલ્કે તેમની સામે આંદોલન ચલાવવા માટે પૈસા પણ વેર્યા.
3. બેદરકારી: ખઈઅ કહેવાતી સવલત વિમાનોમાં આપેલી હતી પણ તેને ચલાવવની તાલીમ પાઇલોટને આપવામાં કંપનીએ બેદરકારી દાખવી અને તેનું પરિણામ ભયાવહ આવ્યું.
પૂર્ણાહુતિ:
સત્ય સૂર્ય જેવું હોય છે તેને ઢાંકી શકાતું નથી.
– અજ્ઞાત