છેલ્લા 10 વર્ષથી KBCમાં પહોંચવાની મહેનત કરી રહ્યા હતા, આજે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં દેખાશે
ખાસ-ખબર સંવાદદાતા
મન હોય તો માળવે જવાય તે કહેવતને રાજકોટના એક ખેડૂત પુત્રે કરી દેખાડ્યું છે. દેશના સૌથી લોકપ્રિય કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિમાં રાજકોટમાં એક મેડીકલ ડિવાઈસ કંપનીમાં એમ.આર.તરીકે નોકરી કરતા યુવક બિરેન વાળાએ પોતાની મહેનતથી અમિતાબ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને સ્વપ્ન સિદ્ધ કરી દેખાડ્યું છે. બિરેન વાળાએ ખાસ ખબરને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી હોટ સીટ પહોંચવા માટે મહેનત કરી રહ્યા હતા. તેઓ આ બુધવારે હોટસીટ પર દેખાશે. બિરેન વાળાએ વધુ વાતચીતમાં જણાવ્યું હતુ કે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય છે. જેમાં જવાબો ખરા હોય એટલે તમારી પસંદગી થાય છે. તે માટે ઓડિશન હોય છે.
- Advertisement -
જ્યારે આજના એપિસોડમાં હું કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં રમતો દેખાઈશ અને તા. 23 નવેમ્બરના રોજ બુધવારે અમિતાબ બચ્ચન સાથે હોટ સીટ પર સવાલ જવાબોની રમઝટ બોલાવશે. બિરેન વાળાની જો વાત કરીએ તો તેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છાપરી ગામના વતની છે. તેઓના પિતા એક ખેડૂત છે. 10 વર્ષથી તેઓ કેબીસીમાં પહોંચવાની મહેનત કરતા હતા.