જિલ્લાના 40 જેટલા ખેડુત ભાઇ બહેનોએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં મધમાખી દ્વારા બાગાયતી તેમજ ખેતી પાકોમાં પરાગનયન થકી ઉત્પાદકતા વધે તેમજ મધમાખી પાલન અંગે લોકોમાં જાગૃતા વધે એવા શુભઆશયથી બાગાયત ખાતામાં ચાલુ વર્ષે મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી પોરબંદર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ખાપટ ખાતે બે દિવસીય મધમાખી તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા જિલ્લાના 40 જેટલા ખેડુત ભાઇ બહેનોએ ભાગ લીધો હતો.
જેમા પ્રથમ દિવસે નાયબ બાગાયત નિયામક કે જે પંચાલ, ડો.એચ.આર વઢર સીની સાયંટીસ્ટ એંડ હેડ, કે.વી.કે, ખાપટ, ડો.આર.બી વાઢેર-પ્રાધ્યાપક અને વડા કીટક શાસ્ત્ર, શ્રીવી એમ સાવલીયા-વૈજ્ઞાનીક, કે.વી.કે દ્વારા ખેડુતોને મધમાખી પાલન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અને બીજા દિવસે કચેરીના અધિકારીઓ અને સંત કૃપા મધમાખી ફાર્મ, ગામ જોડીયા દ્વારા પ્રેક્ટીકલ ઓન ફાર્મ તાલીમ અને મધમાખી પાલન કરતી વખતે આવતી સમસ્યાઓનુ નિવારણ અને તેને કઇ રીતે નફાકારક બનાવવુ તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.
પોરબંદરમાં બાગાયત વિભાગ દ્રારા ખાપટ ખાતે મધમાખી પાલન તાલીમ યોજાઇ
