By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    13 minutes ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    22 minutes ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    1 hour ago
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    24 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ
ગુજરાતરાજકોટ

બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 11:25 AM
Khaskhabar Editor 1 month ago
Share
7 Min Read
SHARE

રાજકોટ બારના બહિષ્કારના નિર્ણય વચ્ચે સિનિયર ધારાશાસ્ત્રી શ્યામલ સોનપાલની અપીલ, વકીલોના ગૌરવ સાથે પક્ષકારોના હિતો અને ન્યાયપ્રણાલીની કાર્યક્ષમતા જાળવવા પર ભાર

મતભેદો ક્ષણિક હોઈ શકે, પરંતુ બાર અને બેન્ચ વચ્ચેનો પરસ્પર આદર અને વિશ્વાસ કાયમી રહેવો જોઈએ

- Advertisement -

બાર-બેન્ચ વિવાદમાં સંવાદ અને સમાધાનનો માર્ગ અપનાવવાની જરૂર

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશનની સામાન્ય સભામાં બે ન્યાયાધીશો વિરુદ્ધ વકીલો સાથે તોછડું વર્તન કર્યાના આક્ષેપોને આધારે તેમની અદાલતોનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમને લઈને રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ એમ. સોનપાલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં બાર અને બેન્ચ વચ્ચે સંવાદ, પરસ્પર સન્માન અને સંસ્થાકીય ઉકેલની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.

- Advertisement -

આ સંદર્ભે ધારાશાસ્ત્રી સોનપાલે જણાવેલ છે કે, વકીલાત વ્યવસાયનું ગૌરવ, સ્વાભિમાન અને પ્રતિષ્ઠા સર્વોપરી છે. કોઈપણ વકીલ સાથે અયોગ્ય, અપમાનજનક અથવા અસંવેદનશીલ વર્તન થાય તો તે બાબત ગંભીરતાથી ઉઠાવવી અને તેના યોગ્ય નિવારણ માટે લડત આપવી એ દરેક બાર એસોસિએશનની નૈતિક અને સંસ્થાકીય જવાબદારી છે. સોનપાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના સર્વોચ્ચ અદાલતે વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે અદાલતોનો બહિષ્કાર, હડતાલ અથવા ન્યાયિક કામગીરીમાં અવરોધ ઊભો કરતી પ્રવૃત્તિઓ ન્યાયપ્રણાલી તથા પક્ષકારોના હિતોને ગંભીર અસર પહોંચાડે છે અને કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી. સર્વોચ્ચ અદાલતે વારંવાર ભાર મૂક્યો છે કે વકીલનું પ્રથમ કર્તવ્ય પોતાના અસીલના હિતોનું રક્ષણ કરવાનું છે અને ન્યાયપ્રણાલીની અવિરત કામગીરી જાળવી રાખવી એ સૌની સામૂહિક જવાબદારી છે. તેઓના મતે, ન્યાય મેળવવા માટે અદાલતોના દ્વારે આવતો પક્ષકાર કોઈ બાર અને બેન્ચ વચ્ચેના મતભેદનો ભાગીદાર નથી. તે માત્ર ન્યાયની અપેક્ષા લઈને આવે છે. કોર્ટના બહિષ્કારની અસર માત્ર સંબંધિત ન્યાયિક અધિકારી સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ તે અદાલતમાં ચાલી રહેલા સેંકડો કેસોના પક્ષકારો, સાક્ષીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, અન્ડરટ્રાયલ કેદીઓ તથા ન્યાયની રાહ જોતા સામાન્ય નાગરિકો ઉપર પણ પડે છે. એક મુદત ગુમાવવી એ ઘણી વખત માત્ર એક તારીખ ગુમાવવા જેવું નથી, પરંતુ વધારાના ખર્ચ, વધુ વિલંબ અને માનસિક તકલીફનું કારણ બને છે. હકીકતમાં કોર્ટનો બહિષ્કાર ઘણી વખત ન્યાયાધીશ કરતાં વધુ પક્ષકારને અસર કરે છે, કારણ કે અંતે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં વિલંબનો ભોગ સામાન્ય નાગરિક જ બને છે. તેથી કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા આંદોલનનું મૂલ્યાંકન કરતી વખતે તેના પ્રભાવને માત્ર બેન્ચ સુધી નહીં, પરંતુ પક્ષકારોના હિતો અને ન્યાયપ્રણાલીની કાર્યક્ષમતા પર પડતી અસરના પરિપ્રેક્ષ્યમાં પણ જોવું જરૂરી છે.

ધારાશાસ્ત્રી સોનપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાયાધીશઓ અને વકીલો ન્યાયપ્રણાલીના બે અભિન્ન સ્તંભો છે. જેમ વકીલોએ અદાલતની ગરિમા, શિસ્ત અને મર્યાદા જાળવવાની ફરજ છે, તેમ ન્યાયાધીશશ્રીઓએ પણ દરેક વકીલને, ભલે તે જુનિયર હોય કે સિનિયર, Officer of the Court તરીકે યોગ્ય સન્માન અને સૌજન્ય આપવું જોઈએ. કોઈપણ વકીલ સાથે તેના અસીલો અથવા અન્ય પક્ષકારોની હાજરીમાં ઉદ્ધત, અપમાનજનક અથવા તોછડું વર્તન થવાથી માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં પરંતુ સમગ્ર વકીલાત વ્યવસાયની પ્રતિષ્ઠા પણ અસરગ્રસ્ત થાય છે. ન્યાયપ્રણાલીની સાચી તાકાત બાર અને બેન્ચ વચ્ચેના પરસ્પર આદર, વિશ્વાસ અને સંવાદમાં રહેલી છે.
ધારાશાસ્ત્રી સોનપાલે આ પ્રસંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, શું આજે વકીલ સમાજની સામૂહિક શક્તિ અને સંગઠિત અવાજ વધુ મહત્વના અને વર્ષોથી ઉકેલની રાહ જોતા પ્રશ્નો તરફ કેન્દ્રિત થવો જોઈએ કે નહીં?

ફોજદારી અદાલતોમાં પબ્લિક પ્રોસિક્યુટરોની ગંભીર અછત
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, રાજ્યની અનેક ફોજદારી અદાલતોમાં લાંબા સમયથી પબ્લિક પ્રોસિક્યુટરોની અછત વર્તાઈ રહી છે. તેના કારણે કેસોની નિયમિત સુનાવણી પ્રભાવિત થાય છે, વારંવાર મુદતો પડે છે અને અસંખ્ય પક્ષકારો ઝડપી ન્યાયથી વંચિત રહે છે. આ પ્રશ્ન માત્ર વકીલોનો નહીં પરંતુ સમગ્ર ન્યાયપ્રણાલીનો પ્રશ્ન છે.

સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બેન્ચ – દાયકાઓથી અધૂરી માંગ
ધારાશાસ્ત્રી સોનપાલના જણાવ્યા મુજબ, વર્ષોથી વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર માટે હાઇકોર્ટ બેન્ચની જાહેરાતો કરે છે, પરંતુ આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકો તથા હજારો વકીલોને અમદાવાદ સુધી જવાની ફરજ પડે છે. ન્યાય સુધી સરળ અને સમાન પહોંચના સિદ્ધાંતને સાકાર કરવા માટે આ મુદ્દે સંગઠિત અને અસરકારક આંદોલન સમયની માંગ છે.

ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન કાયદો
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેલંગાણા રાજ્યએ વકીલોની સુરક્ષા અને ગૌરવ માટે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભર્યું છે. ગુજરાતમાં પણ વકીલો પર થતા હુમલા, ધમકીઓ, ખોટી ફરિયાદો અને વ્યવસાયિક ફરજ દરમિયાન થતી હેરાનગતિને ધ્યાનમાં લઈને એડવોકેટ પ્રોટેક્શન કાયદો તાત્કાલિક અમલમાં લાવવાની જરૂર છે. વકીલની સુરક્ષા એ માત્ર વકીલનો પ્રશ્ન નથી, પરંતુ ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા અને સામાન્ય નાગરિકના ન્યાય મેળવવાના અધિકાર સાથે સીધો સંબંધ ધરાવતો પ્રશ્ન છે.

જુનિયર વકીલો માટે સ્ટાઈપેન્ડ-વ્યવસાયના ભવિષ્યનો પ્રશ્ન
ધારાશાસ્ત્રી સોનપાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે અનેક પ્રતિભાશાળી યુવાનો માત્ર આર્થિક મુશ્કેલીઓને કારણે વકીલાત વ્યવસાયમાં ટકી શકતા નથી. જુનિયર એડવોકેટ્સ માટે સ્ટાઈપેન્ડ યોજના વર્ષોથી ચર્ચાનો વિષય છે, પરંતુ હજુ સુધી અસરકારક અમલ થયો નથી. વકીલાત વ્યવસાયના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પ્રશ્નનું નિરાકરણ અત્યંત આવશ્યક છે.

BCIની ભલામણોનો અમલ જરૂરી
ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર-૨૦૨૪માં જુનિયર એડવોકેટ્સને યોગ્ય સ્ટાઈપેન્ડ આપવા અંગે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. આ ભલામણો માત્ર કાગળ પર ન રહે પરંતુ તેનો વ્યવહારુ અમલ થાય તે માટે રાજ્યસ્તરે સક્રિય પ્રયત્નો થવા જોઈએ. ધારાશાસ્ત્રી સોનપાલે રાજકોટ બાર એસોસિએશનના તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, પૂર્વ પ્રમુખઓ, પૂર્વ હોદ્દેદારો તથા બારના અનુભવી આગેવાનોને આ બાબતમાં હકારાત્મક અને તટસ્થ દરમ્યાનગીરી કરવા માટે નમ્ર આહ્વાન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બાર અને બેન્ચ વચ્ચે ઉદ્ભવેલા કોઈપણ મતભેદનો ઉકેલ સંવાદ, સમજણ અને સંસ્થાકીય પ્રક્રિયા દ્વારા શોધી શકાય છે. વરિષ્ઠોના અનુભવ, માર્ગદર્શન અને પ્રતિષ્ઠાનો લાભ લઈને પરિસ્થિતિને ટકરાવથી સમાધાન તરફ દોરી જવી એ આજે સમયની માંગ છે. ન્યાયપ્રણાલીના બે અભિન્ન સ્તંભો વચ્ચે પરસ્પર સન્માન, વિશ્વાસ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ આગળ આવી પોતાની કાનૂની ક્ષેત્ર માટેની નૈતિક ફરજ અદા કરવી જોઈએ. અંતમાં ધારાશાસ્ત્રી સોનપાલે જણાવ્યું હતું કે, વકીલ સમાજની એકતા, શક્તિ અને સંઘર્ષશીલતા એ અમૂલ્ય સંપત્તિ છે. આ શક્તિનો ઉપયોગ વ્યક્તિગત વિવાદો, ટકરાવ અથવા બહિષ્કારો કરતાં ન્યાયવ્યવસ્થાના માળખાકીય સુધારાઓ, વકીલોના હિતો અને સામાન્ય નાગરિકોના ન્યાયપ્રાપ્તિના અધિકારો માટે કરવામાં આવે તો તેના દૂરગામી અને ઐતિહાસિક પરિણામો મળી શકે.

You Might Also Like

લોકમેળામાં મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડની 3થી 8 ઓગસ્ટ હરાજી થશે

બાકી વેરામાં વળતરની જાહેરાત : 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી રૂ. 5000નું વ્યાજ માફ કરાશે

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!
Next Article આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

લોકમેળામાં મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડની 3થી 8 ઓગસ્ટ હરાજી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
બાકી વેરામાં વળતરની જાહેરાત : 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી રૂ. 5000નું વ્યાજ માફ કરાશે
રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકમેળામાં મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડની 3થી 8 ઓગસ્ટ હરાજી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

બાકી વેરામાં વળતરની જાહેરાત : 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી રૂ. 5000નું વ્યાજ માફ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ગુજરાતરાષ્ટ્રીય

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?