By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    15 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    15 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    15 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    15 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    14 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    16 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    16 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
ગુજરાત

કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 5:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્થાથી હૈયું તરબતર જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. મહુડી તીર્થનાં દર્શને જેટલા જૈનસમુદાયના લોકો જાય છે એના જેટલા જ જૈનેતરો પણ જતા હોય છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે. તેનું અસલ નામ મધુપુરી છે. તેમાં શ્રી ઘંટાકાર્ણવીર દાદાનું મંદિર છે. ઉપરાંત મૂળનાયક શ્રી પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. શ્રી ઘંટાકર્ણવીર શ્રી જિનેશ્વર પરમાત્માના પરમતારક શાસનમાંના બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. જિનશાસ્ત્ર મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા.

હાલના ઉત્તરાંચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજય હતું. તેની નજીકની પર્વતમાળા પર ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં જિનાલય આવેલાં છે તેની યાત્રાએ આવતા શ્રાવકોનું રક્ષણ પર્વતના જંગલ વિસ્તારનાં હિંસક વન્ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષણ કરવા માટે શ્રી ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ થયો હતો. યાત્રીઓનું રક્ષણ કરતાં કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. શ્રી પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે. જિનશાસક પ્રભાવક યુગપ્રવર્તક યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ઘિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થ શ્રી ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ કર્યો હતો. આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે.વિક્રમસંવત 1980 માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી શ્રી ઘંટાકર્ણ દાદાની સ્થાપના કરી હતી. જો કે આ અગાઉ વિક્રમસવંત 1978માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી. ઉપાસનાસહ સાત્વિક ભકિત કરનાર સર્વ શ્રાવકો- શ્રદ્ઘાળુઓ- ભાવિકોને સહાયભૂત થવા માટે શ્રી દાદાને વચનબદ્ઘકરીને તેમણે બે ચરિત્ર્યવંત શિલ્પકારો પાસે મુર્તિ ખારાબારના પથ્થરમાંથી બનેલી છે. રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મુર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે જ તેની વિવિધપૂર્વક પ્રક્ષાલ પૂજા-કેસરપૂજા કરવાની પરંપરા છે. પ્રતિમાનજીના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે. અજ્ઞાન વહેમ ભૂતપ્રેતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી લોકોને મુકત કરવા માટે અને ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ લોકોને મુકત કરાવવા માટે જ પારમાર્થિક પ્રેરણાથી શુદ્ઘવિશુદ્ઘ સમ્યગ્ દ્રષ્ટિધારક શ્રી જિનશાસન અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્યક્ષભાવે આ.ભ. શ્રીમદ્ બુદ્ઘિસાગર સૂરીશ્વરજી મ.સા.એ પ્રત્યક્ષભાવે સાક્ષાત કર્યા હતા.

- Advertisement -

સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. આ.ભ.શ્રીમદ્ બુદ્ઘિસાગરસૂરીશ્વરજી મ.સા.એ વિક્રમસવંત 1974માં માગશર સુદ છઠના દિવસે નૂતન જિનાલય નિમાર્ણ કરાવી મૂળનાયક શ્રીમદ્ પદ્મપ્રભુસ્વામી ભ.ની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ સવંત ર0ર4માં ગચ્છાધિપતિ આ.ભ.રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સા. તથા ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુબોધ સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ર7 જિનાલયનું નિમાર્ણ થયું.
આ તીર્થમાં શ્રીપદ્મપ્રભુસ્વામી ભગવાનના પૂજન – દર્શન ભકિત કરી તેમજ શ્રી ઘંટાકર્ણદાદાને સુખડી -શ્રીફળ ધરાવીને શ્રદ્ઘાળુઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થાય છે.
એ સંદર્ભે શ્રી ઘંટાકર્ણ દાદાનું મંદિર અન્ય જિનમંદિરોથી અલગ પડે છે. રોજ હજારો મણ સુખડી શુદ્ઘ ઘીમાંથી મંદિરસંકુલમાં જ તૈયાર થાય છે. અહીંના નૈવેદ્યની સુખડી મંદિરસંકુલમાં જ આોરગવાની પરંપરા-પ્રણાલિકા છે. સંકુલની બહાર તેને લઈ જઈ શકાતી નથી. બહાર લઈ જનારને અશાંતિ-અનિષ્ટ નડે છે એવી માન્યતા છે.

દર વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે 1ર-39ના વિજયમુહૂર્ત શ્રી ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા 98 વર્ષથી પણ વધુ આ હવન થાય છે. ઘંટાકાર્ણ દાદાની પૂજા અર્ચના કાળી ચૌદશની મધ્યરાત્રીએ 1ર-00 કલાકે કરી શકાય છે. પ્રથમ સ્નાન કરતી વખતે ૐ હ્રીં કલીં ગંગે જલાય નમ: 11 વખત તો બોલવો પછી આપણે પૂજા કરવા બેસીએ તે જગ્યાએ ૐ હ્રીં શ્રીં ભુમ્યાદિદેવાય નમ: મંત્ર બોલીએ શકય હોય તો લાલ રંગનું રેશમી પીતાંબર પહેરવું અને લાલ રંગના રેશમી આસન પર બેસવું. માળા લાલરંગ પરવાળાથી જ કરવી. પૂજા પતી જાય પછી ૐ હ્રીં કલીં આનંદદેવાય નમ: આ મંત્રનો જાપ ર1 વાર કરવો અને દાદાનું ધ્યાન ધરી ત્યારે તેમના મૂળમંત્ર:

ૐ હ્રીં ઘંટાકર્ણો મહાવીર: સર્વવ્યાધિવિનાશક: મ વિસ્ફોટકભયે પ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ ાા1ાા
યત્ર ત્વં તિષ્ઠવે દેવ લિખિતોક્ષરપકિતભિ: મ રોગાસ્તત્ર પ્રણશ્યચન્તિ વાત પતિ કફોદ્રદ્ઘભવા: ાારાા
તત્ર રાજભયં નાસ્તિ યાન્તિ યાન્તિ કર્ણેજપા: ક્ષયમ્ મ શાકિની ભૂત વેતાલ રાક્ષસા: પ્રભવન્તિ ન ાા3ાા
નાકાલે મરણં તસ્ય ન ય સર્પેણ દેશ્યતે અગ્નિ ચૌરભયં નાસ્તિ હ્રીં ઘંટાકર્ણ નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા ાા4ાા

- Advertisement -

શકય હોય તો 11 ર1 31 108 જપ કરવા અને અનુકુળ હોય તો સવાલાખ મંત્રજપનું અનુષ્ઠાન કરી શકાય. આમ મનોકામના અચુક પુરી થાય છે જેમ કે ધનનો લાભ વ્યાપાર નોકરીનો લાભ રોગમુકિત રાજકીય લાભ તેમજ હરીફ ઉપર અચુક લાભ થાય છે. તેમજ આ સાધનાથી ગર્ભપાત ચોરી અગ્નિ પાણી કસુવાવડ અ કાળ મૃત્યુનો ભય દુર થાય છે. દેશ અને દુનિયાના અનેક વિસ્તારોમાંથી જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે. હવનમાં 108 આહુતિઓ અપાય છે. પ્રત્યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પર એક ગાંઠ મારવાની ક્રિયા થાય છે. મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે.
આલેખન : જયેશ સંઘાણી

You Might Also Like

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ

રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગોની દિલ્હી ફલાઇટમાં ટેકનિકલ ખામી : ટેકઓફ પૂર્વે પાયલોટે ખામી પકડતાં ઉડાન રદ

ઉપલેટા પાલિકા પ્રમુખના પોતાના વોર્ડમાં કાદવ-કીચડનું સામ્રાજય

TAGGED: Kali Chaudash, Sri Ghantakarnadada's Havan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂલ જેવા બે બાળકો વેંચી રહ્યા છે કલરે-કલરના ફૂલ
Next Article આટકોટમાં 4000 લિટર બાયોડીઝલના બનાવમાં FSL આધારે ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?