અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર પશુઓની ગેરકાયદે હેરાફેરી દિનપ્રતિદિન વધતી જાય છે. ક્યાંક સ્થાનિક તંત્રના આશિર્વાદ પણ આમાં અપવાદ નથી.. મેઘરજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ જે. પી. ભરવાડના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્ય તરફથી આવતાં માર્ગ પર વાહનચેકીંગમાં હતા
એક પીક અપ ડાલા નંબર. જી જે. ૩૧.ટી.૧૧૭૩. માં પાડા નંગ – ૩.તથા ભેંશ નંગ. ૧. ગળાના ભાગે અને પગે દોરડાં બાંધી, આડા પાડેલ હાલતમાં, પીક અપ ડાલામાં હલનચલન ના થઈ શકે તેમ ક્રુર અને ઘાતકી રીતે ગાડીમાં ઘાસ કે પાણીની કોઈ જ વ્યવસ્થા વગર પુરઝડપે દોડાવી કતલખાને લઈ જવાતા પશુઓ સહિત પિક અપ ડાલા સહિત રૂપિયા ૧,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ સાથે આરોપી કસાઈઓ સજ્જાકભાઈ હસનભાઈ મુલતાની અને મુલતાની મોયુદ્દદીનભાઈ ઈબ્રાહીમ બંને રહે. રાણાસૈયદ અને ચાંદટેકરી મોડાસાની ધરપકડ કરી જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.