અરવલ્લી જિલ્લામાં સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. સી. ચૌહાણ આવ્યા પછી સાઠંબા પોલીસ હરકતમાં આવી છે. સાઠંબા પોલીસે ચાર દિવસમાં બીજી વખત વિદેશી દારૂ પકડવામાં સફળતા મેળવી છે. વધુમાં પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા.૭/૧૦/૨૦૨૦ ના રોજ સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ એન. સી.ચૌહાણ સાહેબ અને સ્ટાફના માણસો સાથે મહેન્દ્રભાઈ સોમાભાઈ, મિહિર કુમાર રવિન્દ્રભાઈ, વિજયકુમાર ભલાભાઇ અને નવનીતભાઈ ગલાભાઈ વગેરે પોલીસ સ્ટાફ સાથે વજાવત ગામની સીમમાંથી પ્રોહી નાકાબંધીમાં હતા ત્યારે બાતમી મળેલ છે maruti swift ડિઝાયર ગાડી નંબર GJ. 16 BB. 5599 નો ચાલાક વિદેશી દારૂ ભરી વિરપુર થી આસપુર થઈ વજાવત તરફ આવે છે જેથી સાઠંબા પોલીસના સ્ટાફ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન આસપુર તરફથી એક સ્વીફ્ટ ડિઝાયર ગાડીનો ચાલક પહોંચતો તે ગાડીને કોર્ડન કરી ચાલાક ને દબોચી લઇ તેનું નામ પુછતા બુટલેગર પોતાનું નામ મુકેશ સિંહ રમણસિંહ સોલંકી રહેવાસી ચાંપ લાવત તાલુકો બાયડ જીલ્લૉ અરવલ્લી હોવાનું જણાવી ગાડીમાંથી વિદેશી દારૂ બીયર પેટી નંગ ૩ કુલ બોટલ/ મળી નંગ ૧૨૦ જેની કિંમત ૧૬૮૦૦/ તથા ગાડી મળી કુલ રૂપિયા ૩,૧૬,૮૦૦/- મુદ્દામાલ કબજે લઇ પકડાયેલ છે અને બુટલેગરને જેલ ભેગો કરી પ્રોહી એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જગદીશ સોલંકી.
સાબરકાંઠા.