નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસની શુભ શરૂઆત ૭૧ દીકરીઓ ને દુર્ગા પૂજન કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી હાલની પરિસ્થિતિમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત ભારત દેશ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે વર્તમાન નવરાત્રી મહોત્સવ ની ઉજવણી સરકાર શ્રી દ્વારા બહાર પાડેલ નિયમો મુજબ નવરાત્રી આયોજકોને મંજૂરી આપી છે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર શ્રી દ્વારા જાહેર સ્થળ ઉપર થતા ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તમામ નિયમોને માન આપી હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે શહેરના ઈન્દ્રનગર ગાર્ડનમાં ૭૧ બાલિકાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું આ દુર્ગા પૂજનમાં તમામ બાલિકાને હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ઉપહાર પણ આપવામાં આવ્યા હતા

ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેદ્ર સિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે વધતા જતા લવ જેહાદ ના કેશ રોકવા નવરાત્રી દરમિયાન વિધર્મી મુક્ત નવરાત્રી થાય તે હેતુસર હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા આવનારા દિવસોમાં પણ સરકારશ્રીના નિયમ મુજબ કાર્યક્રમ યોજવામાં આવશે…

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મિત્તુલભાઈ વ્યાસ, સર્વિન ભાઈ પટેલ, પ્રફુલભાઈ સોની, સંજયભાઈ ગાંધી, સુનિલભાઈ શાહ, કેતનભાઈ શ્રીમાળી દ્વારા મહેનત કરવામાં આવી હતી

પ્રમિતભાઈ બાવજી, જીગરભાઈ દરજી,હિતેશભાઈ ટેજવાની ભરતભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પુરોહિત, વનરાજ થોરી હાજર રહ્યા હતા.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.