આતંકવાદીને પકડતી એજન્સી તોડકાંડની તપાસ કરી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત અઝજએ ધરપકડ કરી છે. જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટે અરજદારના એકાઉન્ટ ફ્રીજ બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જે એજન્સીનું કામ આતંકવાદીઓને ઝડપવાનું છે તે એજન્સી જૂનાગઢ પોલીસ તોડકાંડના કેસની તપાસ કરી રહી છે.
આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ તપાસ ગુજરાત અઝજને સોંપવામાં આવી હતી. ગુજરાત અઝજનો દાવો છે કે અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ તરલ ભટ્ટના કેટલાક ખાસ માણસો એક દિવસ પહેલા અઝજમાં ગયા હોવાની પણ વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. કોલ સેન્ટરના માફિયા અને માધુપુરા સટ્ટાકાંડના ડેટા તેમની પાસે હતા તેઓએ અઝજની મુલાકાત લીધી હોવાની માહિતી છે. તો બીજી તરફ તરલ ભટ્ટ હાજર થયા હોય તેવી પણ ચર્ચા છે. ત્યારે આગળની તપાસ અઝજ કઈ દિશામાં કરે છે તેના પર સૌની નજર છે.
જૂનાગઢમાં એક વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ તેની સાથે થયેલા તોડની વિગતોમાં અનેક રાજ રોજેરોજ ખુલી રહ્યા છે. બીજી તરફ આ કેસમાં તરલ ભટ્ટને આરોપી બનાવવામાં આવ્યો છે જેને સાઇબર એક્સપર્ટ અને કોલ સેન્ટર કિંગ પણ કહેવાય છે. ત્યારે મોટાભાગનો ડેટા તેમણે કઈ રીતે મેળવ્યો તે અંગે તેમના નજીકના લોકો પણ જોડાયેલા હોય તેવી પૂરી શક્યતા છે.
તરલ ભટ્ટ જ્યારે માધુપુરા સટ્ટાકાંડની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિશાલ નામનો એક વ્યક્તિ જે ડેટા એનાલિસિસ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ તેણે તે સમયે એકાઉન્ટની ડીટેઇલ મેળવી લીધી હતી પણ તે કોના ઇશારે મેળવી હતી તે હજી જાણવા મળ્યું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક દિવસ પહેલા અઝજમાં વિશાલ પંડ્યા પણ પહોંચ્યો હતો અને બીજા દિવસે તરત જ તરલ ભટ્ટની ધરપકડ કરી હોવાની વાત અઝજ કરી રહી છે. ત્યારે તરલ ભટ્ટની ધરપકડ થઈ છે કે હાજર થયો છે તે અંગે પણ અનેક ચર્ચા થઇ રહી છે.
જૂનાગઢના આ તોડકાંડની ગુંજ છેક સરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી અઝજ કરી રહી છે. જે એજન્સીનું કામ આતંકવાદી પકડવાનું છે તે એજન્સી હવે આ તોડકાંડની તપાસ કરી રહી છે. હવે તરલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે હવે જોવું રહ્યું.