દુનિયાભરની મોટી ટેક કંપનીઓમાં આ સમયે છટણીનો દોર સતત ચાલું છે. 2026 માં 30 એપ્રિલ સુધીમાં એક લાખ કર્મચારી પોતાની નોકરી ગુમાવી ચૂક્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ મોટાભાગની કંપનીઓ હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વધુ ફોકસ કરી રહી છે.
અને આ જ કારણે કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે. અમેઝન, ઓરેકલ , સિસ્કો જેવી મોટી કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. કંપનીઓ પોતાનાં ઓપરેશન્સને ‘એઆઈ નેટિવ’ બનાવવા માટે વર્કફોર્સમાં ફેરફાર કરી રહી છે.
- Advertisement -

શું છે છટણીનું કારણ
પહેલા કંપનીઓ ખર્ચ ઓછો કરવા અથવા બિઝનેસ નુકસાનના કારણે કર્મચારીઓને કાઢતી હતી, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. હવે એઆઈને સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. કંપનીઓ હવે નાની ટીમ સાથે વધુ કામ કરવા માંગે છે. આ જ કારણ છે કે ટેક સેક્ટરમાં સતત રિસ્ટ્રક્ચરિંગ એટલે કે બદલાવ જોવા મળી રહ્યો છે.
દસ કરોડ નોકરીઓ પ્રભાવિત
ગોલ્ડમેનની રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં એઆઈ આવનારાં વર્ષોમાં આશરે 10 કરોડ ફૂલ – ટાઈમ નોકરીઓને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને કોડિંગ, કસ્ટમર સપોર્ટ, ડેટા પ્રોસેસિંગ જેવા કામ ઝડપથી ઓટોમેશન તરફ વધી રહ્યાં છે.
- Advertisement -
ભારત પર અસર
ભારતમાં પણ આની અસર ધીમે-ધીમે દેખાવા લાગી છે. નેસકોમના આંકડા મુજબ દેશનું આઈટી સેક્ટર આશરે 54 લાખ લોકોને રોજગાર આપે છે, પરંતુ હવે કંપનીઓ સ્કિલ અપગ્રેડેશન અને એઆઈ ટ્રેનિંગ પર વધુ જોર આપી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આવનારાં સમયમાં માત્ર એ જ કર્મચારીઓ ટકી શકશે જે એઆઈ, મશીન લર્નિંગ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ ટેકનોલોજી જેવી નવી ટેકનિકોમાં પોતાને અપડેટ કરશે. બીજી તરફ, પારંપરિક આઈટી અને સપોર્ટ જોબ્સમાં તકો સીમિત થઈ શકે છે.
પ્રોપર્ટી માર્કેટ પર પણ એઆઈનો માર !
એચડીએફસી સિક્યોરિટીઝની એક તાજી રિપોર્ટ મુજબ એઆઈના કારણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને આઈટી કંપનીઓ વર્કફોર્સની સાથે ઓફિસ સ્પેસનું પણ ફરીથી આકલન કરી રહી છે. આની કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને રિયલ એસ્ટેટ સેગમેન્ટ પર અસર પડી રહી છે.
આર્થિક અને રોજગાર અનિશ્ચિતતા, શેર બજારમાં ઘટાડો અને યુદ્ધના કારણે પ્રોપર્ટીની ડીલને ક્લોઝ કરવામાં પહેલા કરતાં વધુ સમય લાગી રહ્યો છે. ખરીદદાર વેટ – એન્ડ – વોચની સ્થિતિમાં છે. શોભા ડેવલપર્સ, પ્રેસ્ટિજ, ડીએલએફ અને ગોદરેજ જેવા પ્લેયર્સ નવા લોન્ચથી બચી રહ્યાં છે.




