અમેરિકામાં એકસપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ ડેવલપમેન્ટ તથા સ્ટુડન્ટસને અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓ પસંદ કરવા માહિતી આપશે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં વસતા બધા જ ગુજરાતીઓ અને ગુજરાતી એસોસિએશનને જોડતું ઓર્ગેનાઈઝેશન ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન (ઋઘૠઅ) યુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડો. વાસુદેવ પટેલ અને તેની ટીમ તા. 3 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 3-00થી 5-00 દરમ્યાન રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના આંગણે રોટરી ગ્રેટર ભવન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ-2, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે આવી રહ્યા છે.
ડો. વલ્લભભાઈ કથીરીયા તથા ડો. પ્રદીપભાઈ કણસાગરાના પ્રયત્નોથી તેઓ રાજકોટમાં અમેરિકા સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને અમેરિકામાં બીઝનેસ ડેવલોપમેન્ટ કરવા માટેની તકો તેમજ અમેરિકામાં ભારતીય લોકોને એકત્રિત કરી મદદરૂપ બનવા અને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જવા ઈચ્છતા સ્ટુડન્ટસને અમેરિકાની યુનિવર્સિટી પસંદ કરવા માટે, જુદી-જુદી પ્રવૃતિઓ કરવા માટે તેમજ મેડીકલ ટુરીઝમ ઇન્ડિયામાં ડેવલપ કરવા અથવા જેમને યુ.એસ.એ. જવું હોય તેમને વિવિધ માહિતી પુરી પાડવાના આશયથી આ કાર્યક્રમનું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આયોજન કરવામાં
આવ્યું છે.
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રો. નીલેશ ભોજાણી તથા સેક્રેટરી રો. જયદેવ શાહ તથા તેમની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.