વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન મોદી દિવાળી પહેલા ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે આજે સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો PM શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાશે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.
- Advertisement -
છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સુરતથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.’
In last 2 decades, we built around 80,000 homes for poor in Surat, uplifting their standard of living. Under Ayushman Bharat scheme, about 4 crore poor patients got free medical treatment in the country, of which over 32 lakh patients are from Gujarat & 1.25 lakh from Surat: PM pic.twitter.com/ufkPMLmUKW
- Advertisement -
— ANI (@ANI) September 29, 2022
વધુમાં વડાપ્રધાનએ કહ્યું કે, ‘નવરાત્રીની ઉજવણી દરમિયાન ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, રમતગમત અને આધ્યાત્મિક સ્થળોનો શિલાન્યાસ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરત એ ‘જનભાગીદારી’ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતમાં ભારતભરના લોકો વસે છે, તે મિની-ઇન્ડિયા છે.’
Gujarat| It's my privilege to lay the foundation stone for infrastructure, sports & spiritual destinations in Gujarat during ongoing celebrations of #Navratri… Surat is a great example of 'Jan Bhagidari' &unity. People from across India live in Surat, it's a mini-India: PM Modi pic.twitter.com/qQCqMsghTu
— ANI (@ANI) September 29, 2022
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે અમે 3P મોડલ એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપની ચર્ચા કરતા હતા. ત્યારે હું સુરતનું 4P ઉદાહરણ આપતો હતો એટલે કે પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપ. આ મોડલ સુરતને ખાસ બનાવે છે.
Gujarat| It's my privilege to lay the foundation stone for infrastructure, sports & spiritual destinations in Gujarat during ongoing celebrations of #Navratri… Surat is a great example of 'Jan Bhagidari' &unity. People from across India live in Surat, it's a mini-India: PM Modi pic.twitter.com/qQCqMsghTu
— ANI (@ANI) September 29, 2022
સુરતમાં વડાપ્રધાન મોદીના મેગા શોમાં પીએમ મોદીનું સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ગોડાદરા પાસે હેલિપેડથી લિંબાયત નિલગીરી મેદાન સુધી વડાપ્રધાન મોદીના રોડ શૉનું આયોજન. નિલગીરી મેદાનમાં જાહેરસભાને વડાપ્રધાન સંબોધન કરશે. સુરતમાં આજે વડાપ્રધાન મોદી દેશનું સૌથી મોટું ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખુલ્લું મુકશે.
Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone and dedicate various projects worth more than Rs 3,400 crores in Surat pic.twitter.com/J1b8AarylK
— ANI (@ANI) September 29, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા છે. ત્યારે સુરત એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. તદુપરાંત વડાપ્રધાન મોદીને સભાસ્થળે આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ PM મોદીએ રોડ શો શરૂ કરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડશોમાં પીએમને આવકારવા માટે પહોંચ્યા છે.
સુરત શહેર-જિલ્લાને વડાપ્રધાન આપશે કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ
– 3400 કરોડથી વધુના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
– મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
– 139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
– જિલ્લામાં 324.66 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું ખાતમુહુર્ત
– સિવિલ હોસ્પિટલમાં 123.74 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
– 108 કરોડના ખર્ચે અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
– 52 લાખના ખર્ચે ‘ખોજ-વિજ્ઞાન-કળા-નવીનીકરણ મ્યુઝિયમનું લોકાર્પણ
– પાણી પુરવઠાના 672 કરોડના કાર્યો અને 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત
– શહેરમાં 50 સ્થળોએ 20.78 કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો
– PCS 25 સ્ટેશનોનું ખાતમુહુર્ત અને 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે
– 33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ચોકબજારના પ્રાચીન કિલ્લાનું લોકાર્પણ
– કામરેજના ખોલવડ ખાતે રૂ.12 કરોડના ખર્ચે IIIT નું લોકાર્પણ
– (ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ)
– 70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરી ટર્મિનલનું લોકાર્પણ