ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આરોપી અફઝલ અયુબભાઈ શેખ, ઈમરાન સીદીકભાઈ માણેક, સબીર સીદીકભાઈ માણેક, પાર્થ પીયુષભાઈ મહેતા, જયેશ રાણાભાઈ ડાંગર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા આરોપીઓએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. આ કેસની હકીકત એવી છે કે, તા. 1-11-2024ના રોજ દીનેશ ઉફેે કાચો સંજયભાઈ ટામટા તેમના મિત્ર જીજ્ઞેશ તથા ચિરાગ (ઉર્ફે બકાલી) બધા બાબરીયા કોલોનીના કવાર્ટર પાસે બેઠા હતા ત્યારે મારા ફોનમાં મારા મિત્ર ગૌરવ ટાંક ઉર્ફે નોટીનો ફોન આવેલ અને ફોનમાં તેમને ઢેબર કોલોની બગીચા પાસેથી તેડી જવાની વાત કરેલી જેથી હું તથા જીજ્ઞેશભાઈ તથા ચિરાગભાઈ એમ ત્રણેય જણા જિજ્ઞેશભાઈની એક્સયુવી કાર લઈને ઢેબર કોલોની બગીચા પાસે ગયા હતા ત્યારે ત્યાં ઢેબર કોલોનીમાં રહેતા અમારા મિત્ર અફજલ તથા ઈમરાનભાઈ માણેક તથા શબ્બીરભાઈ માણેક તથા એક છોકરો જેને અમે માતા તરીકે ઓળખીએ છીએ તે બધા મળેલા અને અમે બધા મસ્તી કરતા હતા ત્યારે અફજલએ કારની ચાવી કાઢી લેતા અમારે બોલાચાલી થઈ અને આ બધા આજુબાજુમાંથી લોખંડના પાઈપ તથા તલવાર તથા છરીઓ લઈને આવેલા જેમાં અફજલના હાથમાં છરી તથા ઈમરાનના હાથમાં લોખંડનો પાઈપ તથા શબ્બીરના હાથમા છરી હતી તથા માતાના હાથમાં તલવાર હતી જેથી અમે બધા ગાડીમાંથી નીચે ઉતરતા આ લોકો અમને લોખંડના પાઈપ તથા છરીથી જેમ ફાવે તેમ મારવા લાગતા મને અફજલએ છરીની મુંઠ મોઢા પર તથા માથામાં મારેલી તેમજ ઈમરાને લોખંડનો પાઈપ જીજ્ઞેશનભાઈને માથામા મારેલો અને શબ્બીરએ છરીથી ચિરાગભાઈને મારેલો અને આ દરમિયાન જયેશ ડાંગર હાથમાં લાકડાનો ધોકો લઈને આવેલ અને તે ગાડીમાં ધોકા મારવા લાગેલ અને માતા પણ તલવારથી ગાડીમાં તોડફોડ કરવા લાગ્યો અને રાડારાડી થતા આજુબાજુમાંથી માણસો ભેગા થઈ જતા આ બધા ત્યાંથી ભાગી ગયા અને અમને ત્રણેયને ઈજા થઈ હોય લોહી નીકળતુ હોય જેથી મેં 108માં ફોન કર્યો. થોડીવારમાં 108 આવી જતાં અમને ત્રણેયને પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા. જ્યાં પ્રાથમિક સારવાર લઈ વધુ સારવાર માટે અમો ત્રણે અહીં વોકહાર્ટ હોસ્પિટલમાં આવેલા તે મતલબની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તા. 1-11-2024ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(2), 118(1), 115(2), 324, 54 હેઠળ આરોપીઓ વિરુદ્ધ નોંધાવવામાં આવેલી હતી.
આ કામમાં આરોપીઓએ તેમના એડવોકેટ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં અલગ અલગ આગોતરા જામીન અરજીઓ દાખલ કરેલી હતી. એડવોકેટ સ્તવન જી. મેહતા દ્વારા ધારદાર દલીલ કરેલી હતી કે આ કામના આરોપીઓ નિર્દોષ છે, આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલા છે. આરોપીની ધરપકડ કરવામાં આવે તો પોલીની યાતના તેને સહન કરવી પડશે અને હાલના ગુન્હામાં આરોપીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ ભાગ ભજવેલો નથી અને ક્રોસ કમ્પ્લેન ફાઈલ કરવામાં આવેલી હોય જેથી આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવા અરજ કરેલી હતી.
સામાવાળા પક્ષે સરકારી વકીલ દ્વારા સખત વાંધો લેવામાં આવેલો અને જણાવવામાં આવેલું કે આરોપી સામે પ્રાથમિક પુરાવાઓ હો અને આરોપીઓએ ગુન્હો કરેલો હોય એ સ્પષ્ટપણે દર્શાય આવતુ હોય આરોપીઓને જામીન પર મુક્ત ન કરવા અરજ કરેલી હતી.
- Advertisement -
બંને પક્ષકારોને વિગતવાર સાંભળી રાજકોટના સેશન્સ જજ એવા નિષ્કર્ષ પર આવેલા હતા કે સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ ગુન્હાની ગંભીરતા તથા આરોપીઓએ ગુન્હામાં ભજેવેલા ભાગ તથા પુરાવાઓ ધ્યાને લઈ તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા છે.
આ કામમાં આરોપીના એડવોકેટ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અજય કે. જોષી, સ્તવન જી. મેહતા, નીકુંજ એમ. શુકલ, બ્રિજેશ ચૌહાણ, પ્રદિપ પરમાર અને શ્યામ ત્રિવેદી, સત્યજીતસિંહ જાડેજા, પ્રકાશ ચાવડા તથા મદદનીશ તરીકે નીશાંત ચાવડા, નિરંજન ભટ્ટી તથા ઋષિત રોહીત રોકાયેલા હતા.