રામલલ્લા નિજ મંદિરમાં બીરાજતા જૂનાગઢવાસીઓમાં અનેરો ઉત્સવ
સોસાયટી, શેરી સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી ભવ્ય આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા નગરીમાં બ્રહ્મ મુહર્તમાં પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજતા સમગ્ર દેશમાં ખુશીનો અનેરો આનંદ છવાયો હતો જૂનાગઢમાં વેહલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે મોડી રાત સુધી જોવા મળ્યો શહેરની દરેક સોસાયટી, શેરી સહીતના વિસ્તારોમાં કીર્તન, ભજન સાથે બાળકોને રામ, લક્ષમણ, જાનકી અને હનુમાન જેવા પાત્રો સાથે સજાવામાં આવ્યા હતા અને વાજતે ગાજતે અયોધ્યામાં જે રીતે ભવ્ય ઉજવણી કરવામાં તેવી શહેરમાં અનેક જગ્યાએ દિવ્યતા સાથે ઉજવણી જોવા મળી હતી.
રામ, લક્ષમણ, જાનકી જય કનૈયા લાલકીના નારા સાથે બાળકોને રામ સ્વરૂપમાં ઢોલ નગારા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા જેમાં દુધેશ્વર સોસાયટી અને લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના યુવાનોએ સમગ્ર વિસ્તારને સજાવામાં આવ્યો હતો અને ભક્તિ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોહળી સંખ્યામાં માતા બેહનો સહીત સૌવ કોઈ જોડાયા હતા અને મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો મહંત ઇન્દ્રભારતી બાપુની નિશ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જય જય શ્રીરામના જય ઘોસ સાથે ધાર્મિક માહોલ વચ્ચે આતશબાજી યોજાય હતી જેમાં સાધુ સંતો સહીત અનેક આગેવાનો જોડાયા હતા અને શહેરીજનોએ પ્રભુ શ્રીરામ ભગવાનની દિવ્યતા સાથે અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી અને સમગ્ર ભવનાથ જય શ્રીરામ નામ થી ગુંજી ઉઠ્યું હતું.
શહેરમાં અનેક જગ્યા ઘરોમાં દીવડા પ્રગટાવાની સાથે શ્રીરામ ભગવાનની સુંદર રંગોળી કરી હતી અને ઠેર ઠેર બાઈક રેલી સાથે આતશબાજી, રસ ગરબા, રામધૂન, મહા આરતી સાથે આસોપાલવના તોરણ અને મહા પ્રસાદના ભવ્ય આયોજન સાથે મોડી રાત સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જયારે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેના માટે એસપી હર્ષદ મહેતા અને પોલીસ સ્ટાફ દ્વારા સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિ પૂર્ણ રીતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.