બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થવાનું હતું પણ હવે મસ્કની જાહેરાત બાદ ખબર પડી કે તે ચાલુ થવામાં થોડો સમય લાગશે.

ટ્વિટર અને તેનાથી જોડાયેલ નિર્ણયો અંગે અનિશ્ચિતતા ચાલુ છે અને એવામાં ફરી એકવાર કંપનીના નવા સીઈઓએ પોતાનો નિર્ણય બદલ્યો છે. રિપોર્ટ અનુસાર બ્લુ ટિક પેઇડ સબસ્ક્રિપ્શન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે. જણાવી દઈએ કે એલન મસ્કે આજે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ આઈડી રોકી શકાય તેની ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ બ્લુ ટિક વેરિફિકેશનની રી-લોન્ચિંગ અટકાવવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે એલોન મસ્કે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થશે પણ હવે મસ્કની જાહેરાત બાદ ખબર પડી કે તે ચાલુ થવામાં થોડો સમય લાગશે.

વ્યક્તિગત અને કંપની એકાઉન્ટ માટે અલગ ટીક્સ
જો કે આટલું જ નહીં મસ્કે સોમવારે કહ્યું હતું કે કંપની વ્યક્તિગત એકાઉન્ટ્સની તુલનામાં સંગઠન અને કંપનીઓ માટે અલગ-અલગ રંગના ટિકનો ઉપયોગ કરી શકે છે અને હાલ કંપની તેના પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

અચાનક મસ્કે મિટિંગમાં બદલ્યો પ્લાન
મળતા અહેવાલ મુજબ ટ્વિટર સ્ટાફ સાથેની તાજેતરની મીટિંગમાં મસ્કએ જણાવ્યું હતું કે $8-એક-મહિનાની બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન યોજના શરૂ કરવાનો હજુ સમય સ્પષ્ટ નથી: “આપણે તેને ત્યાં સુધી લોન્ચ નહીં કરીએ જ્યાં સુધી તે મહત્વપૂર્ણ પેરોડી એકાઉન્ટ્સને રોકવા માટે નિશ્ચિત ન થઈ જઈએ.

અધિગ્રહણ બાદ સૌથી પહેલી જાહેરાત એ જ કરી હતી
જણાવી દઈએ કે મસ્કે ટ્વિટર મેળવતાની સાથે જ જે પહેલી મોટી જાહેરાત કરી હતી તે પેઇડ બ્લુ ટિક સબસ્ક્રિપ્શન હતી પણ શરૂઆતના પહેલા બે દિવસમાં જ લોકોએ આ સેવાનો દુરુપયોગ કર્યો હતો અને આ કારણે અનેક પ્રખ્યાત કંપનીઓના અબજો રૂપિયા ડૂબી ગયા હતા. જો કે આ પછી કંપનીએ પેઇડ સબસ્ક્રિપ્શન બંધ કરી દીધું હતું. કંપનીએ કહ્યું હતું કે કેટલીક સુરક્ષા અને ગોપનીયતા નીતિઓને મજબૂત કરીને તેને 29 નવેમ્બરે ફરીથી લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે 29 નવેમ્બરની તારીખની જાહેરાત ખુદ એલન મસ્ક દ્વારા કરવામાં આવી હતી પણ ટ્વિટરની સામે આ પ્લાનમાં હજુ પણ ઘણી સુરક્ષા ચિંતાઓ છે અને એ વિના કંપની તેને ફરીથી લોન્ચ કરવા માંગતી નથી.