ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મેઘરજ તાલુકાના હોદ્દેદારો ધ્વારા પોલીસ કર્મચારીઓને ગ્રેડ – પે સહિતના લાભ આપવા બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મેઘરજ તાલુકા ટીમ વતી રાજ્યના પોલીસ કર્મચારીઓ ગ્રેડ – પે અને અન્ય મળવાપાત્ર લાભ અને ફરજ પરના કલાકો નક્કી કરવા જેવી દસ જેટલી માંગણીઓને લઇ સમગ્ર રાજ્યના પોલીસ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓની માંગણીના સમર્થનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આગળ આવી છે અને સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓની માંગણીઓને લઈ સત્વરે યોગ્ય નિરાકારણ લાવવામાં આવે તે બાબતે મેઘરજ મામલતદાર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મેઘરજ તાલુકા પ્રમુખ ભરતસિંહ ઠાકોર તથા તાલુકાના હોદ્દેદારો, ગ્રામ સમિતીની ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
- Advertisement -



