ગ્રામજનો દ્વારા અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
દસાડા તાલુકાના ગોરિયાવડ ગ્રામ પંચાયત છેલા કેટલાક સમયથી વિવાદોની ઘર જોવા મળી રહી છે અહી મહિલા સરપંચના પુત્ર સામે પણ અગાઉ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા ત્યાં ફરી એક વખત ગ્રામ પંચાયતમાં થતી કામગીરી સદસ્યોના ઘરે થતી હોવાની લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં ગોરીયાવડ ગામના રહીશો દ્વારા સદસ્ય જ વી.સી.ઇ તરીકે ફરજ નિભાવતા હોવાની આશંકા વ્યક્ત કરી વી.સી. ઇને જે કામગીરી ગ્રામ પંચાયતમાં કરવાની હોય તે સરકારી યોજના સહિતની કામગીરી પોતાના ઘરે કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેના લીધે ગ્રામજનો સાથે વી.સી.ઇ વ્હાલા દવલાની નીતિ અપનાવી કેટલાક ખેડૂતોને પક નુકશાની ફોર્મ પણ જોઇજનીને રદ કરાયા હોવાનો લેખિત રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે આ પ્રકારની સ્થતિ છેલ્લા પાંચેક વર્ષથી ભોગવી રહ્યા છે જેમાં વી.સી. ઇ પોતાના ઘરે દરેક યોજનાની કામગીરી કરતા હોવાથી કેટલાક જાગૃત નાગરિકો જો પંચાયતમાં થતાં ભ્રષ્ટાચાર અંગે જો અવાજ ઉઠાવે અને બાદમાં યોજના કામ અંગે વી.સી. ઇના ઘરે જાય કે તરત જ ખોટી ફરિયાદો અને ગંભીર અકહેપો કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા અગાઉ ગત 16 ઓકટોબરના રોજ વી.સી.ઇની કામગીરી ઘરે થતી બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી પરંતુ આ રજૂઆત બાબતે કોઈ નક્કર કાર્યવાહી નહિ થતા ફરીથી ઉછકક્ષાએ રજૂઆત કરાઈ છે.