ખનિજ વિભાગને અનેક રજૂઆત બાદ પણ નક્કર કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરી સામે સ્થાનિક ખાણ ખનિજ વિભાગ માત્ર કહેવા પૂરતું જ હોય તેવું નજરે પડે છે તેવામાં મુળી તાલુકાના નાડધ્રી ગામે આવેલા સોલાર પ્રોજેક્ટની બિલકુલ બાજુમાં સરકારી જમીનમાં છેલ્લાં કેટલાક સમયથી માટીનું ખનન થઈ રહ્યું છે આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ ખનિજ વિભાગને રજૂઆત કરાઈ હાઇવે છતાં પણ ખનિજ વિભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ કોઈ ધ્યાન નહિ આપતા હોવાનું સામે આવ્યું છે જેથી ખનિજ વિભાગની આ નિષ્ક્રિયતાના લીધે જ ભૂમાફિયાઓ છૂટો દોર મળે છે અને દાદાગીરીથી તમામ હદ વટાવે છે અને જ્યારે કોઈ ગ્રામના જાગૃત નાગરિક ગેરકાયદેસર ખનન બાબતે રજૂઆત કરે કે તરત જ ખનિજ માફીયાઓ આ રજૂઆત કરનારને યેન કેન પ્રકારે દબાવવાના પ્રયત્નો કરે છે. ત્યારે હાલ નાડધ્રી ગામે ચાલતા ગેરકાયદેસર માટીના ખનન પ્રક્રિયા બંધ થાય તેવી સ્થાનિક ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.