આ રેન્જમાં શૅકેટ, જૅકેટ, શ્રગ અને કાર્ડિગન એમ અનેક વિકલ્પો છે.
જોકે એમાં પણ ઘણી સ્ટાઇલ છે. પહેલાં એક સમય હતો જ્યારે શિયાળામાં જ આ પ્રકારનાં ડ્યુઅલ લેયર્સ પહેરવામાં આવતાં હતાં, પણ હવે સ્માર્ટ અને કૂલ લુક માટે ડિફરન્ટ સ્ટાઇલનાં ઓવરશર્ટની રેન્જ આવી ગઈ છે. આ રેન્જમાં શૅકેટ, જૅકેટ, શ્રગ અને કાર્ડિગન એમ અનેક વિકલ્પો છે
દીપિકા પાદુકોણ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, પરિણીતી ચોપડા જેવી સેલિબ્રિટીઝ ઍરપોર્ટ પર સ્પૉટ થાય ત્યારે મોટા ભાગે ઓવરશર્ટ સ્ટાઇલમાં હોય છે. ઇન ફૅક્ટ, આ સ્માર્ટ કૅઝ્યુઅલ કૅટેગરી છે જે તમને રિલૅક્સ્ડ તો રાખે જ છે અને છતાં તમે સ્ટાઇલિશ છો એવું પ્રતીત થાય છે. જો ટ્રેન્ડી અને સ્માર્ટ દેખાવું હોય તો સ્માર્ટ કૅઝ્યુઅલ કૅટેગરીમાં આવતાં આવાં એક-બે ઓવરશર્ટ દરેકના વૉર્ડરોબમાં હોવાં જ જોઈએ.
હમણાં અનુષ્કા શર્મા અને કરીના કપૂર પ્રેગ્નન્સી દરમ્યાન આ પ્રકારનાં ઓવરશર્ટ્સ પહેરીને અનેક વાર જાહેરમાં જોવા મળી હતી. આ સ્ટાઇલમાં તેમનાં બેબી બમ્પ હાઇલાઇટ પણ થતાં હતાં અને છતાં બૉડી કવર થતું હોવાથી એ એલિગન્ટ પણ લાગતાં હતાં. જોકે ઓવરશર્ટ એટલે શું અને એમાં કેવાં કૉસ્ચ્યુમ્સ આવે અને એ કોની સાથે મૅચ થાય એ સમજવું જરૂરી છે. તો ચાલો નિષ્ણાત પાસેથી જાણીએ સસ્તામાં સ્ટાઇલિશ લુક માટે કેવાં ઓવરશર્ટ્સનો સહારો લઈ શકાય અને એમાં હાલમાં શું ઇનથિંગ છે એ.
શૅકેટ્સ
શર્ટના પહેલા અક્ષર શ અને જૅકેટના છેલ્લા બે અક્ષરો લઈને હાઇબ્રિડ નામ અપાયેલા ‘શૅકેટ’ વિશે તમે કેટલું જાણો છો? સ્વેટર ટી-શર્ટ કે ફ્રન્ટ ઓપન ટી-શર્ટ જેવા દેખાતા ટ્રેન્ડી ‘કાર્ડિગન’નો તમારા વૉર્ડરોબમાં સમાવેશ છે? સામાન્ય રીતે ડ્યુઅલ લેયર અટાયર કૉર્પોરેટ લુક કે શિયાળાની ઠંડીથી બચવા માટે હોય છે, પણ સ્માર્ટ કૅઝ્યુઅલ લુક ધરાવતા ઓવરશર્ટનો ટ્રેન્ડ હવે ઑલટાઇમ હિટ બની ગયો છે.
સૌથી પહેલાં વાત કરીએ શૅકેટ્સની. ફૅશન ઇન્ડસ્ટ્રીમાં આ ટર્મ જૂની છે. શૅકેટ ઇઝ ઇક્વલ ટુ ઓવરશર્ટ. શૅકેટ ઓવરશર્ટના નામથી વધુ ફેમસ છે. શર્ટથી જાડા અને જૅકેટથી પાતળાં શૅકેટ ઇઝ જસ્ટ પર્ફેક્ટ ફૉર એવરી સીઝન. ફૅશન-ડિઝાઇનિંગ અને ટેલરિંગ ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત સફળતા મેળવેલી ગોરેગામમાં ફૅશન-ડિઝાઇનિંગ શીખવતી ઍકૅડેમી ચલાવતાં અને ફૅશન-ડિઝાઇનિંગનો સ્પેશ્યલ કોર્સ તૈયાર કરી ફૅશન ટેક્નૉલૉજીને અલગ સ્તર પર લઈ જનારાં વેલ એસ્ટાબ્લિશ્ડ પ્રોફેશનલ ફૅશન-ડિઝાઇનર મિતલ ભટ્ટ કહે છે, ‘જૅકેટ અને શર્ટની વચ્ચેનું વર્ઝન એટલે શૅકેટ. પહેરેલાં કપડાં પર પહેરવાની બીજી લેયર છે એટલે બિલકુલ ટાઇટ ફિટ નથી હોતું. લૂઝ હોય, શોલ્ડર ડ્રૉપ હોય. મોસ્ટ્લી ફ્રી સાઇઝનાં હોય છે. શૅકેટ ઘણા પ્રકારનાં હોય છે, પણ એ ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે ફૅશન ટર્મોલૉજીમાં જેને પ્લેડ્સ કહેવાય છે એવી મોટી ચેક્સ કે ચેક્સ પૅટર્નમાં બહુ જ ફેમસ થયું હતું. એ ઉપરાંત બેજ, સ્ટોન, બ્લૅક, ભૂખરો જેવા સૉલિડ કલરમાં પણ એ મળી રહે છે. સ્વેડ મટીરિયલ અને અમુક ખાસ ટેક્સ્ચર ફૅબ્રિકમાંથી એ બનતાં હોય છે. પ્રિન્ટેડ શૅકેટ ખાસ જોવા નથી મળતાં. શૅકેટની બેઝિક લેંગ્થ જૅકેટથી થોડી નીચી હિપ્સ સુધીની હોય છે. છતાં ક્રૉપ અને લૉન્ગ શૅકેટ પણ જોવા મળે છે. જુદા-જુદા ડિઝાઇનરો એમાં મૉડિફિકેશન અને અપગ્રેડેશન કરતા રહે છે.’
ક્યારે શૅકેટ્સ બેસ્ટ?
વેસ્ટર્ન કન્ટ્રીમાં મોસ્ટ્લી વિન્ટર પછી આવતી ફૉલ સીઝનમાં ટર્ટલ નેકનાં બેઝિક ટી- શર્ટ અને ડેનિમ, લેધર પૅન્ટ, ટ્રાઉઝર, સ્કર્ટ, શૉર્ટ સ્કર્ટ સાથે એ પહેરાય છે. આપણે ત્યાં એ રાઉન્ડ ધ યર પહેરી શકાય છે. આપણા ઇન્ડિયન કલ્ચરમાં ઓપનલી ન પહેરી શકાતાં લૉન્ગ સ્પૅગેટી ટૉપ, ડીપ નેક અને ઓપન શોલ્ડર જેવા ડ્રેસઅપ માટે શૅકેટ બેસ્ટ ઑપ્શન ગણાય છે. એ ટ્રેન્ડી પણ એટલું જ લાગશે. સ્કર્ટ, હૉટ શૉર્ટ, ફુલ ટ્રાઉઝર કે પલાઝો જેવી બૉટમ પર ઑફ-શોલ્ડર કે બસ્ટિયર સાથે પહેરેલું શૅકેટ સ્માર્ટ લુક આપે છે. શૅકેટનો બેસ્ટ પાર્ટ એ છે કે એ કોઈ પણ બૉડી ફિગર પર કૂલ લાગે છે એવું કહેતાં મિતલ જણાવે છે, ‘ઓવલ એટલે કે પેટ અથવા હિપ્સના ભાગથી ભરાવદાર બૉડી હોય કે પાતળું, મિડ કે પ્લસ સાઇઝ; કોઈ પણ બૉડી ફિગર પર એ સૂટેબલ છે. કપડાંની ઉપર પહેરાતાં શૅકેટનો શેપ ફિક્સ છે એટલે તમારી ડિફૉર્મિટીઝને એ છુપાવે છે. બીજું, એને ઘણાં વેરિએશન સાથે પહેરી શકવાને લીધે તમે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લાગો છો.’
ઓવરશર્ટમાં પણ ચાર કૅટેગરી
સામાન્ય રીતે ઓવરશર્ટને શ્રગ, કાર્ડિગન, જૅકેટ અને શૅકેટ જેવી ચાર કૅટેગરીમાં વહેંચી શકાય છે. આ બધા કઈ રીતે જુદા પડે છે એ વિશે તેઓ કહે છે કે શ્રગ મોસ્ટ્લી એક્સ્ટ્રા લેયર આપે છે. કોઈ વાર દોરી કે પટ્ટો શ્રગમાં લાગેલો હોય છતાં શ્રગમાં બટન કે ઝિપર જેવી ક્લોઝિંગ ફૅસિલિટી નથી હોતી. તમે એને બંધ ન કરી શકો; જ્યારે જૅકેટ, શર્ટ, શૅકેટને તમે બંધ કરી શકો છો. શ્રગને ક્લોઝિંગ ટ્રીટમેન્ટ આપશો તો એ શ્રગ નહીં રહે, શૅકેટ બની જશે. ક્રૉપ, શૉર્ટ, લૉન્ગ, એસિમેટ્રિક જેવી ઘણી સ્ટાઇલનાં શ્રગ જર્સી, હોઝિયરી મટીરિયલ ઉપરાંત આજે અનેક ફૅબ્રિકમાં ઉપલબ્ધ છે.
જૅકેટ અને શૅકેટમાં ફરક શું?
જૅકેટની વાત કરીએ તો હેવી મટીરિયલમાંથી બનતાં જૅકેટ મોટા ભાગે ત્રણ લેયરનાં હોય છે અને એ સ્પેશ્યલી ઠંડીથી બચવા માટે બનાવાય છે. જૅકેટમાં ઝિપર કે મોટાં બટન હશે. એમાં શર્ટની જેમ ઉપર પૉકેટ નથી હોતું; જ્યારે શર્ટ કૉલરવાળું, ઉપર પૉકેટ અને લૉન્ગ સ્લીવ્ઝનું હોય છે. શૅકેટનું સ્ટ્રક્ચર ઑલમોસ્ટ શર્ટ અને જૅકેટનું મિક્સચર હોય છે. શૅકેટ બે લેયરનું હોય છે. ઉપરથી શર્ટ લુક અને નીચેથી જૅકેટ લુક એ શૅકેટની સૌથી મોટી ઓળખ છે.
- Advertisement -
વોવન મટીરિયલના ફ્રન્ટ ઓપન અટાયરને જનરલી આપણે શર્ટ કહીએ છીએ પણ નીટિંગ કે વુલન મટીરિયલમાંથી બનેલું અને ફ્રન્ટમાંથી ઓપન થતું હોય એને કાર્ડિગન કહેવાય છે. કાર્ડિગન સ્વેટર જેવું કહી શકાય, પણ સ્વેટર ઉપરથી પણ પહેરી શકાતું હોય છે; જ્યારે કાર્ડિગન બેઝિકલી ફ્રન્ટ ઓપન હોય છે. કાર્ડિગન સામાન્ય રીતે વી નેકનાં હોય છે. એની ગૂંથણીમાં ઘણું વેરિએશન જોવા મળે છે. કાર્ડિગન તમે એકલું પણ પહેરી શકો અને અને સેકન્ડ લેયર તરીકે કોઈ કપડા પર પણ પહેરી શકો. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ્યાં સારીએવી ઠંડી પડે છે ત્યાં ફુલ લેંગ્થ કાર્ડિગનનું પણ જબરું ચલણ છે. ફુલ લેંગ્થ કાર્ડિગન મોટા ભાગે તમે ઠંડકવાળી ટૂરિસ્ટ પ્લેસ પર ગયા હો ત્યારે એકદમ અપ્રોપ્રિએટ અટાયર બની રહે. સ્વેટર પહેરવાને બદલે ની-લેંગ્થ કાર્ડિગન એકદમ કૂલ અને સ્ટાઇલિશ ફીલ આપશે.
જૅકેટ અને શર્ટની વચ્ચેનું વર્ઝન એટલે શૅકેટ. પહેરેલાં કપડાં પર પહેરવાની બીજી લેયર છે એટલે બિલકુલ ટાઇટ ફિટ નથી હોતું. લૂઝ હોય, શોલ્ડર ડ્રૉપ હોય. મોસ્ટ્લી ફ્રી સાઇઝનાં હોય છે. શૅકેટ ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે ફૅશન ટર્મોલૉજીમાં જેને પ્લેડ્સ કહેવાય છે એવી મોટી ચેક્સ કે ચેક્સ પૅટર્નમાં બહુ જ ફેમસ થયું હતું. એની ખાસિયત એ છે કે તમારું ફિગર ગમેએવું હોય, જો વાઇઝલી કલર-કૉમ્બિનેશન પસંદ કરશો તો એ દરેકને સૂટ થશે જ.