‘વિશ્વકર્મા વિશ્વ’ યશસ્વી રીતે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવતા કિરીટભાઈ ગણાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી રમ્ય પબ્લીકેશન દ્વારા પ્રસિદ્ધ થતા કલા-કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતા એકમાત્ર મલ્ટીમીડિયા મેગેઝીન ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ વિશ્ર્વકર્મા જયંતીના પાવન દિવસે સફળતાના ર0 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ દ્વિદશાબ્દી વર્ષ વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ દ્વિ-દશાબ્દી વર્ષ વિશેષાંકનું વિમોચન આજરોજ ફેસબુક અકિલા લાઇવ ન્યુઝમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે લેખક નટવર આહલપરા, ભરત સુરેલીયા અને ડીઝાઇનર અમિત વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
વિમોચન બાદ કિરીટભાઇ ગણાત્રાએ વિશ્ર્વકર્મા વિશ્ર્વ યશસ્વી રીતે આગળ વધતુ રહે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે નટવર આહલપરાએ વિશ્ર્વકર્મા વિશ્ર્વ દ્વારા દેશ-વિદેશના સમાજ સાથે સંવાદ થાય છે, તેમ જણાવ્યું હતું. પ્રવીણ ગજજરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અકિલા લાઇવ ન્યુઝમાં વિશ્ર્વકર્મા વિશ્ર્વ દ્વિ-દશાબ્દી વિશેષાંકનું વિમોચન થાય તેવું મારૂ સ્વપ્ન હતું જે આજે સિદ્ધ થયું છે. આ માટે કિરીટભાઇ ગણાત્રા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરૂં છું.
‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ દ્વિ-દશાબ્દી વિશેષાંકનું વિમોચન ફેસબુક અકિલા લાઇવ ન્યુઝ દ્વારા દેશ-વિદેશના લાખો લોકોએ નિહાળ્યું હતું.
2004માં પૂ. મોરારિબાપુના વરદ હસ્તે વિશ્ર્વકર્મા વિશ્ર્વનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પૂ. બાપુએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ વડે એક અને નેક બને. પૂ. મોરારિબાપુના આ આર્શીવચન ફળ્યા છે. દેશ-વિદેશના લોકોના હૃદય વિશ્ર્વકર્મા વિશ્ર્વએ જીતી લીધા છે અને દેશ-વિદેશના સમાજોને એક તાંતણે બાંધ્યા છે.
‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’એ ર0 વર્ષમાં ઉંચી ઉડાન ભરી છે. દેશના વિવિધ રાજયમાં અને વિદેશના લોકો સુધી પહોંચ્યું છે. કોરોનાની કટોકટીમાં પણ વિશ્ર્વકર્મા વિશ્ર્વએ તેની સફર ચાલુ રાખી હતી. આર્થિક કટોકટી, ઉત્પાદન પ્રક્રિયામાં અનેક ગણો ભાવ વધારો છતાં આર્થિક સમસ્યાનો સામનો કરી અને સફળતાના ર0 વર્ષ પુરા કરી ર1માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ દર મહિને ડીઝીટલ એડીશન પણ કરે છે. જે દેશ-વિદેશના દોઢ લાખથી વધુ લોકો સુધી પહોંચે છે. ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’નું લવાજમ હવે ઓનલાઇન, ગુગલ પે, પેટીએમ અને પે ફોન દ્વારા (મો. 90999 49565) ભરી શકાય છે અને ઘર બેઠા મેળવી શકાય છે. ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ નામથી મોબાઇલ એપ દ્વારા વિશ્ર્વકર્મા વિશ્ર્વ વાંચી શકાય છે. ૂૂૂ.દશતવૂફસફળિફદશતવૂફ.ભજ્ઞળ પર પણ વિશ્ર્વકર્મા વિશ્ર્વ વાંચી શકાય છે.