દિલ્હીમાં એકયુઆઈ 300 ફરિદાબાદમાં 322, ગાઝિયાબાદમાં 246 ગ્રેટર નોઈડામાં 354, નોઈડામાં 304 ના ખૂબ જ ખરાબના સ્તરે પહોંચ્યો
હજુ તો દિવાળી પણ નથી આવી ત્યાં દશેરા પહેલા જ દિલ્હીની હવા ઝેરીલી બની ગઈ છે.દિલ્હી-એનસીઆરની હવા ખુબ જ ખરાબ ની શ્રેણીમાં પહોંચી ગઈ છે. જેના પગલે વાતાવરણમાં ધુંધળી ચાદર છવાઈ છે.
- Advertisement -
રવિવારે દિલ્હીની એર કવોલીટી ઈન્ડેકસ (એકયુઆઈ) 300 નો આંકડો પાર કરીને ખુબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયુ હતું. જયારે ફરીદાબાદમાં આ સ્તર 322, ગાઝીયાબાદમાં 246, ગ્રેટર નોઈડામાં 354, ગુરૂગ્રામનું 255 અને નોઈડાનું 304 એકયુઆઈ નોંધાયુ હતું.
દિલ્હીમાં આ સ્થિતિ લગભગ પાંચ મહિના બાદ સર્જાઈ છે. આ પહેલા આ શ્રેણીમાં દિલ્હીની હવા 17મીએ નોંધાઈ હતી ત્યારે એકયુઆઈ 336 નોંધાયુ હતું. આગામી કેટલાંક દિવસો સુધી દિલ્હી અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં વાયુ ગુણવતા ખુબ જ ખરાબ શ્રેણીમાં રહેવાની આગાહી છે.
આનુ મુખ્ય કારણ તાપમાનમાં ઘટાડો અને ઉતર પશ્ચિમ હવાની સાથે દિલ્હી પહોંચી રહેલી સળગતી પરાલીનો ધૂમાડો પણ છે.દિલ્હીમાં ખરાબ હવાને લઈને પર્યાવરણ મંત્રી ગોપાલરાવે બધા સંબંધીત વિભાગોની બેઠક પણ બોલાવી છે.