ચોમાસા પૂર્વે અને પછી ભારતીય તાપમાન વધી જતુ હોવાનું તારણ
કલાયમેટ ચેન્જનો વર્તમાન દોર ભારત સહીત વિશ્વભરનાં વાતાવરણ પર પ્રભાવ સર્જી રહ્યો જ છે ત્યારે આગામી 2100 સુધીમાં ભારતનું સરેરાશ તાપમાન એકથી દોઢ ડીગ્રી ઉંચે જવાની લાલબતી ધરવામાં આવી છે. ગ્રીનહાઉસ ઉત્સર્જન બેકાબુ રહેવાના સંજોગોમાં તાપમાન વૃધ્ધિ 5.1 ડીગ્રી વધી શકે છે. જયારે ગેસ ઉત્સર્જન નિયંત્રીત થાય તો તાપમાનમાં વૃધ્ધિ માત્ર 1.1 ટકાની રહી શકે છે.
- Advertisement -
આઈઆઈટી-પાડકપુર તથા ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટ્રોપીકલ મીટરોલોજીનાં સંયુકત અભ્યાસમાં ભારતના 1980 થી 2020 સુધીમાં તાપમાનના ટ્રેંડનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. ઉતર પશ્ચીમ, ઉતર પૂર્વ, તથા ઉતર મધ્ય ક્ષેત્રમાં ચોમાસા અગાઉ તથા ચોમાસા પછી તાપમાનમાં વૃધ્ધિ થતી હોવાનું માલુમ પડયુ છે.આઈઆઈટી-ખડકપુરનાં વિજ્ઞાની જયનારાયણ કુટ્ટીપુરાર્થે કહ્યું કે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન નોંધપાત્ર રહેવાના સંજોગોમાં 2100 સુધીમાં ભારતમાં તાપમાનમાં વધારો 1 થી 2.2 ડીગ્રી રહી શકે છે.
ગેસ ઉત્સર્જન વધુ અને ખતરનાક સ્તરે રહે તો તાપમાન વૃધ્ધિ 3.5 થી 4 ડીગ્રી રહી શકે.છેલ્લા ચાર દાયકામાં ભારતમાં તાપમાનમાં સરેરાશ 0.1 થી 0.3 ડીગ્રીનો વધારો થયો છે. ચોમાસા પછીની તાપમાન વૃધ્ધિ 0.2 થી 0.4 ડીગ્રી છે.નોંધપાત્ર કે વધુ ખતરનાક તાપમાન વૃધ્ધિથી ગ્લેશીયર પીગળવાનું જોખમ વધી શકે અને તેને કારણે ગંભીર પુર, હીટવેવ, જંગલોમાં દવ જેવા ઘટનાક્રમોથી લોકોને ભયાનક હાલતનો સામનો, કરવો પડી શકે છે.