24 ઓક્ટોબરના રોજ વિજયાદશમી ઉજવાશે ત્યારે હિન્દૂ પંચાંગ અનુસાર આ વર્ષે દશેરા પર રાવણ દહનનો સમય 24 ઓક્ટોબર 2023ની સાંજે 06:35 થી 08:30ની યોગ્ય છે.
આગામી તા. 24 ઓક્ટોબર 2023ને મંગળવારના રોજ વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. અધર્મ પર ધર્મના વિજયરૂપે આ પર્વ મનાવવા આવે છે.તથા અનિષ્ટ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દૂ માન્યતા અનુસાર દશેરાના દિવસે ભગવાન રામેં લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને વિજય પ્રાપ્ત કરી ફરી પધાર્યા હતા. ભગવાન રામના આ વિજયને હિન્દુ ધર્મમાં વિજયાદશમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરિણામે આ દિવસે રાવણનું પૂતળું બનાવી દહન કરવાની પરંપરા છે.
- Advertisement -
રાવણનું દહન ક્યારે થશે
– હિન્દૂ પંચાંગ અનુસાર વાત કરવામાં આવે તો આ વર્ષે દશેરા પર રાવણ દહનનો સમય 24 ઓક્ટોબર 2023ની સાંજે 06:35 થી 08:30ની યોગ્ય છે.
– વિજયાદશમી તહેવાર: 24 ઓક્ટોબર 2023, મંગળવાર
– વિજય મુહૂર્ત: 01:58 થી 02:43 વાગ્યા સુધી
– કુલ સમયગાળો – 45 મિનિટ
– બપોરનો પૂજા સમય: બપોરે 01:13 થી 03:28 PM
– કુલ સમયગાળો: 02 કલાક 15 મિનિટ
– રાવણ દહનનો સમય: સાંજે 06:35 થી 08:30 સુધી
આ ગુણો હોવા છતાં રાવણ તેનો અંત આવ્યો
- Advertisement -
માન્યતા એવી છે કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને શિવની કૃપાથી જ રાવણને 10 માથા હતા. રાવણ પોતાનું દરેક કામ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરતો હતો. તેઓ તદ્દન તપસ્વી હતા. વધુમાં મહાન જ્ઞાની રાવણને ગીત, સંગીત અને જ્યોતિષશાસ્ત્રનો ખૂબ શોખ હતો. આમ રાવણ મહાન હોવા છતાં તેના દુર્ગુણ તેના અંતનું કારણ બન્યા. તમે ગમે તેટલા સદ્ગુણી હોવ, તમારી અંદરનો એક દોષ તમારા પતનનું મુખ્ય કારણ બની જાય છે.
રાજસ્થાનના મંડોર, કર્ણાટકના માંડ્યા, ઉત્તર પ્રદેશના બિસરખ અને કાનપુર અને મધ્ય પ્રદેશના મંદસૌરમાં રાવણને બાળવાને બદલે તેના મૃત્યુનો શોક મનાવવામાં આવે છે. જ્યાં રાવણની પૂજા પણ કરાઈ છે.