વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ-સંતો ત્યાંથી સતાધાર ખાતે ભંડારામાં ભાગ લઈ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર ભંડારો યોજી સંત સત્સંગ કરી પોતપોતાના નિવાસ્થાનો તરફ પ્રયાણ કરે છે. સોમનાથમાં પધારેલા અનેકવિધ સંતો જેમાં વિવિધ અખાડાઓના ગાદીપતિઓ મહંતો પીઠાધીશો અને હઠીયોગીઓ પણ પહોંચ્યા હતા. તેઓએ સંત પરંપરા મુજબ ત્રિવેણી સંગમ ખાતે આખરી તપસ્તરિયા પણ કરી હતી. આજે અનેક ભાવિકો દ્વારા સંતોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ દક્ષિણાઓ આપવામાં આવી હતી અને અનેક સેવકોએ સંતોના ચરણ સ્પર્શ કરી ભેટ સોગાદો આપી અને આશીર્વાદ મેળવ્યા હતા આ સંત ભંડારાની પરંપરા ત્રિવેણી સંગમ મહાકાલી મંદિર ખાતે સ્વર્ગસ્થ મહંત તપસી બાપુએ શરૂ કરેલ તેમના નિધન બાદ પણ આ પરંપરા યથાવત રાખવાનો અહીંના ગાદીપતિએ સંકલ્પ નિભાવ્યો હતો. મુંબઈમાં સ્થાયી અને એપીએમસીમા પોતાનો વ્યાપાર કરતા 10 જેટલા ભક્તોનું ગ્રૂપ આ વર્ષે પ્રથમ વખત સાધુ સંતોની સેવા કરવા પહોચ્યું હતું.ત્યારે તેઓ પણ આ વ્યવસ્થા જોઈને અચંભિત થયા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી.સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે અમો અહી આવીને પોતાને સૌભાગ્યશાળી સમજીએ છીએ.સાધુ , સંતો અને મહંતો પોતાની અનોખી શિવભક્તિ માં મગ્ન હોઈ છે ત્યારે આવા ઘણા સાધુ પોત પોતામાં જ આકર્ષણનું કેન્દ્ર હતા.જેમાંથી કોઈ પોતાના શરીરે હજારો રુદ્રાક્ષ ધારણ કર્યાં હતા તો કોઈ સંત પોતાની ચારેય તરફ અગ્નિ પ્રગટ કરી વિવિધ આસન કરતા જોવા મળ્યા હતા.