ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલ ચોબારી ફાટક પાસે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જયારે આગની જવાળા આસપાસ વિસ્તારોમાં ફેલાઇ હતી. આ બાબતની જાણ ફાયર વિભાગને થતા તૂરંત દોડી આવ્યા હતા અને આગને મહામુસીબતે કાબુમાં લીધી હતી. આગ લાગવાના કારણમાં ટ્રક જયારે બાયપાસ રોડ પર જતો હતો ત્યારે કોઇ પણ કારણોસર ટ્રક ડીવાયડર સાથે ધડાકાભેર અથડાયો હતો. અને ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ એટલી વિકરાળ બનતા રોડની બંન્ને સાઇડ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની ટળી હતી. જયારે આ બનાવ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે.
જૂનાગઢના ચોબારી ફાટક પાસે ટ્રક ડીવાઇડર સાથે અથડાતાં આગ લાગી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/વેરાવળ-નજીક-ભીડીયા-વિસ્તારમાં-કચરાના-ઢગલામાં-અચાનક-આગ-લાગી--860x387.jpg)