મોરબી રોડ પર કુલ 21 ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય શાખાના દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ, પંચેશ્ર્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટો.ની બાજુમાં, વિવેકભાઈ હિતેશભાઇ સવજાણી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ મંચ્યુરિયન ફાઇડ (પ્રિપેર્ડ- લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલર સનસેટ યેલો એફસીએફ તેમજ ઙઘગઈઊઅઞ 4છની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે તેમજ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જલારામ ચીકી -રામનાથ ટ્રેડર્સ, કુવાડવા રોડની તપાસ કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર ઋજજઅ એક્ટ -2006 મુજબનું લેબલિંગ, મેન્યૂફેક્ચરિંગ ડેટ, યુઝ બાય ડેટ તથા એકયાપરી ડેટની વિગત દર્શાવવા તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આજરોજ ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ તિરૂપતિ મદ્રાસ, રાજસ્થાન ભેળ, અન્નપૂર્ણા પટેલ ઘૂઘરા, જય અંબે પૂરી શાક, મહાકાળી પાણીપૂરી, ભોલેનાથ પાણીપુરી, ભગીરથ દાળપકવાન, ભગવતી ચાઇનીઝ પંજાબી, ચામુંડા સ્ટીમ ઢોકળા, કુળદેવી ચાઇનીઝ પંજાબી, બોમ્બે વડાપાઉં, દિલખુશ પાણીપુરી, ખોડિયાર ચાઇનીઝ પંજાબી, અભી ફાસ્ટફૂડ, નૂર એગ ઝોન, મોમાઈ ફરસાણ, લકી ફૂડ ઝોન અને મહાદેવ ગાંઠિયાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ બજરંગ સમોસા ચિપ્સ, ગણેશ ચાઇનીઝ પંજાબી, જય અંબે ઘૂઘરાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.