By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    7 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના કુલ 178 ધારાસભ્યોનું વિધાનસભામાં આજે વૉટિંગ, 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કરશે મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતના કુલ 178 ધારાસભ્યોનું વિધાનસભામાં આજે વૉટિંગ, 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કરશે મતદાન
ગુજરાત

ગુજરાતના કુલ 178 ધારાસભ્યોનું વિધાનસભામાં આજે વૉટિંગ, 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કરશે મતદાન

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 11:15 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આજે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેમાં સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો આજે (Presidential election 2022) મતદાન કરશે. સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી આ મતદાન યોજાશે.

દેશ (India) માં આજે 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો આજે મતદાન કરશે. ગુજરાતના કુલ 178 ધારાસભ્યો મતદાન કરશે. જેમાં ભાજપના 111 અને કોંગ્રેસના 63 ધારાસભ્યો મતદાન કરશે. જ્યારે NCPના 1, BTPના 2 અને એક અપક્ષ ધારાસભ્ય પણ મતદાન કરશે. એ સિવાય રાજ્યસભાના કુલ 11 સાંસદો ચૂંટણીમાં મતદાન કરશે જ્યારે લોકસભાના 26 સાંસદો આજે મતદાન કરશે.

- Advertisement -

21 જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે

વધુમાં જણાવીએ કે, આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. આ ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.

વધુમાં તેઓએ કહ્યું કે, આ ચૂંટણી ભાજપમાં ખુબ જ જરૂરી કોર્સ કરેક્શનનો આખરી મોકો છે. મારી ચૂંટણીમાં તમે દેશની લોકશાહીને બચાવો. આ ચૂંટણી 2 ઉમેદવારો વચ્ચેની નથી, પરંતુ આ 2 વિચારધારાઓની ચૂંટણી છે, જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. મારી વિચારધારા ભારતનું બંધારણ છે અને મારા પ્રતિસ્પર્ધી તે તાકાતોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની વિચારદારા અને એજન્ડા બંધારણ બદલવાનો છે.

- Advertisement -

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન

મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે?

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.

કોણ છે દ્રોપદી મુર્મૂ?

દ્રોપદી મુર્મૂએ ઓડિશાના કાઉન્સિલર બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 20 જૂન 1958ના જન્મેલા દ્રોપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.

કોણ છે યશવંત સિન્હા ?

યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા, જેમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. યશવંત સિન્હા વર્ષ 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું હતું.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: gujaratparliament, MLA, PRESIDENTELECTION, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી સંસદમાં ચોમાસું સત્ર થશે શરૂ, મોંઘવારી અને અગ્નિપથ જેવા મુદ્દે વિપક્ષ કરશે વિરોધ
Next Article ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી વધારો, 120.22 મીટરે પહોંચી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?