By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    24 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    24 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    1 day ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    1 day ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન
રાજકોટ

ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પોરબંદર : ભારતીય સેનાએ મલ્ટી એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સંપન્ન થયું

રાષ્ટ્ર સેવા અને વૈશ્વિક સહકારનો સમન્વય: ’સંયુક્ત વિમોચન 2024’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી. ભારતીય સેનાના સધર્ન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. 18 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. બીજા દિવસે 19 નવેમ્બર 2024ના રોજ પોરબંદરનો ચોપાટી બીચ પર મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.
મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નાગરિક પ્રશાસન દ્વારા સશસ્ત્ર દળોની માંગણી સાથે નિદર્શનની શરૂઆત થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં મલ્ટી એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

અસરગ્રસ્ત નાગરિકોના ‘પુનરુત્કર્ષ અને પુનર્વસન’ સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત પહેલ સાથે અનુરૂપ, નિદર્શનની સાથે-સાથે ઔદ્યોગિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને આપદા પ્રતિભાવ ટેકનોલોજીમાં તેમના આવિષ્કારો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આપદા વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા રેખાંકિત થઈ હતી. સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈન્ય વડા (ઈઘઅજ)એ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો, જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં, દેશો તેમજ તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા, તાજેતરના વર્ષોમાં, આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી. સૈન્ય વડા (COAS)એ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત, આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું હતું. તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સૈન્ય વડા (COAS)એ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી, જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા વસુધૈવ કુટુંબકમ – વિશ્વ એક પરિવારની ભારતીય વિચારધારા સમજવા મળી હતી. 18 નવેમ્બર 2024ના રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત (TTX) સામેલ કરવામાં આવી હતી. આ કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા-પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું હતું. તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે.

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

TAGGED: Indian Armed Forces, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુક્રેને પ્રથમ વખત રશિયા પર અમેરિકન મિસાઇલો છોડી: બાઈડને 2 દિવસ પહેલા પ્રતિબંધ હટાવ્યો હતો
Next Article UPમાં મતદાન દરમિયાન પોલીસ પર પથ્થરમારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે
વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા
વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?