પુરવઠા વિભાગે જથ્થો સીઝ કરીને વધુ તપાસ ચલાવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ગોકુલનગર સોસાયટીમાં આવેલ ફ્લોર મિલની દુકાનમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને 1.32 લાખનો ઘઉં ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી લઇને પુરવઠા વિભાગને જાણ કરતા મામલતદાર સહિતની ટીમ દ્વારા જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મોરબીની ગોકુલનગર સોસાયટીમાં આવેલ ગીતા ફ્લોર મિલના સંચાલક રણજીત અરજણ વિકાણીની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં ગીતા ફ્લોર મિલ નામની દુકાન અને દુકાન પાસે રહેલી આરોપીની બોલેરો કારમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ઘઉંના 112 માંથી 30 બાચકા અને ચોખાના 98 માંથી 12 કટ્ટા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે 112 બાચકા ઘઉં અને ચોખાના 98 કટ્ટા મળી કુલ રૂ. 1.32 લાખનો જથ્થો જપ્ત કરીને ઝડપાયેલો જથ્થો સરકારી અનાજનો હોવાને પગલે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા સીટી મામલતદાર એચ. એમ. સાંચલા અને નાયબ મામલતદાર પાવરા સહિતની ટીમે જથ્થો સીઝ કરીને પુરવઠા ગોડાઉન ખાતે રાખ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.