શહેર પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં સેંકડો કાર્યકરો બસો અને ખાનગી વાહનોમાં સોમનાથ રવાના; અમૃત મહોત્સવ અંતર્ગત લઘુ રૂદ્ર યજ્ઞ, રોડ શો અને સભામાં આપશે હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના શાસન હેઠળ ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના સોમનાથ મંદિરના પુન:રોદ્ધારના સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઘુ રૂદ્ર હોમાત્મક યજ્ઞ, રોડ શો અને જંગી સભાને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે રાજકોટમાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો બસો અને ફોર વ્હીલ ગાડીઓ મારફતે સોમનાથ જવા રવાના થયા હતા.
આ પ્રવાસ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં બસ ઈન્ચાર્જ તરીકે વિક્રમભાઈ પુજારા, મહેશભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ જોષી અને પરિમલભાઈ પરડવા જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે રજીસ્ટ્રેશનની કામગીરી દેવાંગભાઈ માંકડ અને પુષ્કરભાઈ પટેલ સંભાળી રહ્યા છે.
કાર્યકરો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા વિક્રમભાઈ પુજારા, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ અને રાજદીપસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, નિતીનભાઈ ભારદ્વાજ અને અશ્વીનભાઈ મોલીયા સહિતના અનેક હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખો કાર્યકરોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથના આંગણે યોજાનાર આ મહોત્સવમાં રાજકોટના કાર્યકરો પોતાની નિષ્ઠા અને ભક્તિ સાથે જોડાશે.



