રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહાઆરતી અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો દ્વારા ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઇ કાર્યક્રમ અંગે વધુ વિગત આપી હતી.
- Advertisement -
સોરઠીયાવાડી ચોકથી શોભાયાત્રા શરૂ થશે: પંચનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી તા. 2-6-22 ને ગુરૂવાર જેઠ સુદ ત્રીજના શુભ દિવસે 482મી જન્મજયંતી છે. રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા શ્રી જયવંતાબાઈની કુખે જન્મેલા ત્યાગ, બલિદાન, શૌર્ય, સમર્પણની મુરતરૂપ શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જન્મ જેઠ સુદ 3 વિક્રમ સંવત 1957ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભૂમિ અને ક્ષાત્રધર્મ માટે ન્યોચ્છાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન. શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું. ખૂબ જ મુશ્કેલી અને કઠોર સમયમાંથી પસાર થયેલ છે. એમણે અનેક ધર્મ યુદ્ધો લડ્યા અને જીતેલા છે તેમાંથી બે મોટા યુદ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુદ્ધમાં દિવેરનું યુદ્ધ અને હલ્દીઘાટીનું યુદ્ધ જગપ્રસિદ્ધ છે. હલ્દીઘાટીનું યુદ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનિકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી.
આ હિંદના શુરવીર યોદ્ધા સીસોદિયા કુળ દિપક શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 482મી જન્મજયંતી તા. 2-6-22 જેઠ સુદ 3 ને ગુરૂવારના રોજ સવારે 8 કલાકે સોરઠીયાવાડી ચોક, શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે જન્મજયંતીનું આયોજન કરેલ છે. જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલી અને ભવ્ય શૌર્યયાત્રાનું આયોજન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ કાર્યક્રમ તથા શૌર્યયાત્રાના અધ્યક્ષસ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્મજયંતીના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને ભાવભર્યું આમંત્રણ છે.
શૌર્યયાત્રા રૂટ: પ્રસ્થાન શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાડી ચોક), કેવડાવાડી મેઈન રોડ, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડિયા રાજપૂત વાડી ચોક, ગરુડ ચોક, કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, ઢેબર રોડ, ત્રિકોણ બાગ, લીમડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ મંદીર (શૌર્યયાત્રા પૂર્ણ)
સ્થળ: શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા, સોરઠીયા વાડી સર્કલ બગીચો, રાજકોટ તા. 2-6-2022 ગુરુવાર જેઠ સુદ-3 સમય સવારે 8 કલાકે.
શૌર્યયાત્રાના અધ્યક્ષસ્થાને સહદેવસિંહ ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે
આ હિંદના શુરવીર યોદ્ધા સીસોદીયા કુળદીપક શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 482મી જન્મજયંતી નિમિત્તે તા. 2-6-2022 જેઠ સુદ 3 ને ગુરૂવારના રોજ સવારે 8 કલાકે સોરઠીયાવાડી ચોક, શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મજયંતીનું આયોજન કરેલ છે જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલી અને ભવ્ય શૌર્યયાત્રાનું આયોજન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તથા શૌર્યયાત્રાના અધ્યક્ષસ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે.