દારૂ પીધા બાદ વિનોદે વધુ દારૂ માંગી ગાળો ભાંડતા પથ્થર ઝીંકી પતાવી દીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટના રૈયાધારમાં રહેતો યુવક શનિવારે લાપતા થઇ ગયા બાદ રવિવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા સીસીટીવીમાં કેદ શકમંદ મૃતકનો મિત્ર શંકાના દાયરામાં હોય ડીસીબીની ટીમે રાધનપુર દોડી જઈ શંખેશ્વરના શખ્સને સકંજામાં લઇ પુછતાછ કરતા બંનેએ શનિવારે ચારેક વાગ્યે દારૂની મહેફ્તિ માણ્યા બાદ હત્યાનો ભોગ બનનારએ વધુ દારૂ પીવો છે કહી ગાળો ભાંડતા મિત્રએ બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના રૈયાધાર મચ્છુનગર ક્વાટરમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોજ ઉર્ફે વિનોદ દિનેશભાઈ રાકુચા ઉ.22 શનિવારે લાપતા થઈ જતાં પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો દરમિયાન રવિવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા યુનીવર્સીટી પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ડીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા, પીએસઆઈ એમ જે હૂણં અને ટીમે સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી હત્યામાં સંડોવાયેલ મૂળ સંખેશ્વરનો અને હાલ રૈયાધારમાં રહેતો અજય ગોવિંદભાઈ વાજેલીયા રાધનપુર વતનમાં ભાગી ગયો હોવાની સચોટ માહિતી આધારે ડીસીબીની એક ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મોડી રાત્રે રાજકોટ લાવી અજયની પુછતાછ કરતા શનિવારે બપોરે ચારેક વાગ્યે બંને દારૂ પીવા બેઠા હતા બાદમાં વિનોદે વધુ દારૂ પીવો છે કહેતા અજયએ હવે દારૂ નથી પીવો તેમ કહેતા વિનોદે ઝઘડો કરી ગાળો ભાંડતા અજયએ બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી પતાવી દીધો હોવાની કબૂલાત આપી હતી વિનોદને મોતને ઘાટ ઉતારી અજય બસમાં બેસી ચોટીલા, સુરેન્દ્રનગર થઈ રાધનપુર ભાગી ગયો હોવાનું જણાવતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
કોમ્પલેક્ષમાં જુગાર રમતા સાત ઝડપાયા
શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ સહિતના સ્ટાફે અંબિકા કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોરમાં દરોડો પાડી જુગાર રમતા લક્કીરાજસિહ વનરાજસિહ રાણા, દિગ્વિજયસિહ હિતેન્દ્રસિહ રાઠોડ, ધર્મેશભાઈ છેલશંકરભાઈ વ્યાસ, વીરેન્દ્રસિહ રાજેન્દ્રસિહ ઝાલા, કરણભાઈ પુનાભાઈ સાટીયા, મહેન્દ્રસિહ નિરુભા ગોહિલ અને શનિભાઈ સુરેશભાઇ બળોખરીયાને ઝડપી લઈ રોકડ, 5 મોબાઈલ સહિત 1,12,370નો મુદામાલ કબજે કર્યો છે.