આખા શરીરને મોદીના રંગે રંગાવી પીઠ પર લટકાવી ડસ્ટબીન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ચાહક અશોક કુમાર સાહની તેમને પોતાના હાથે બનાવેલી ચા આપવા મુઝફ્ફરપુરથી પટના પહોંચ્યા હતા. જોકે, તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. કારણ કે સુરક્ષાના કારણોસર તેને વિધાનસભાના ગેટ નજીકથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં, અશોકની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં અશોક જે લુકમાં વિધાનસભાની બહાર પહોંચ્યો હતો તેના પર લોકોની નજર ટકેલી હતી.
- Advertisement -
અશોકે પોતાનું આખું શરીર મોદીના રંગમાં રંગ્યું હતું. છાતી પર મોદીનું ચિત્ર હતું. તેની ઉપર નમો-નમો લખેલું હતું. માથા પર આગળની બાજુએ ભારતનો નકશો લખવામાં આવ્યો હતો, પાછળ જય હિંદ લખવામાં આવ્યો હતો. માથાની ડાબી બાજુએ સ્વચ્છ ભારત લખેલું હતું. પાછળ એક ડસ્ટબીન રાખવામાં આવ્યું હતું. અને ચાની કીટલી હાથમાં હતી.