જિલ્લામાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્ફર હજુ કેટલા જીવ લેશે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વાહન કરતા વાહનો બેફામ બન્યા છે જેને રોકવાની સામે આર.ટી.ઓ, પોલીસ અને ખનિજ વિભાગ પણ પાંગળું સાબિત થયું છે. ત્યારે વારંવાર આ પ્રકારે ખનીજના વાહનો એક બાદ એક જીવ લેતા નજરે પડે છે પરંતુ સ્થાનિક તંત્રને પેટનું પાણીય હાલતું નથી તેવામાં ફરી એક વખત હાઇવે પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્ફરે એક પશુપાલક અને 40 જેટલા અબોલ પશુઓને કચડયા છે. જેમાં સાયલા – પાળીયાદ હાઇવે પર ગઈ કાલે બપોરના સમયે કચ્છના પશુપાલક સાજણભાઇ કરનભાઈ, બાબુભાઈ દેવાભાઇ અને ધનજીભાઈ કરમશિભાઇ પોતાના ગાડ બકરાને લઈને નિકળા હોય તેવા સમયે ફૂલ સ્પીડ આવતા ડમ્ફર ચાલકે પશુપાલક સહિત ઘેટાં બકરાને પણ અડફેટે લીધા હતા જેના 40 જેટલા ઘેટાં બકરાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં હતા જ્યારે પશુપાલકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા. આ તરફ ઘટનાની જન થતાં જ મામલતદાર, પોલીસ સહિતના અધિકારી દોડી ગયા હતા અને રાહદારીઓને પણ ટોળા હાઇવે પર એકત્ર થયા હતા ત્યારે વારંવાર આ પ્રકારની સ્થિતિ ઉદભવતા સ્થાનિકોમાં ડમ્ફર ચાલકોને છાવરવાના લીધે આ પ્રકારના બનાવોથી તંત્ર સામે પણ રોષ ભભૂક્યો છે.