આજે સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર(Stock Market) ઉછાળા સાથે ખુલ્યું છે . આજે સેન્સેક્સએ 135.09 પોઇન્ટ અને નિફ્ટીએ 22.15 પોઇન્ટ વધારા સાથે કારોબાર શરૂ કર્યો હતો. PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના શેર આજે પણ 10% વધ્યા છે. આ સપ્તાહે તેના શેરમાં જબરદસ્ત ઉછાળો દેખાયો છે. આ શેર 31 મેના રોજ 450 રૂપિયા હતો જે હવે વધીને રૂ 838 સુધી પહોંચ્યો છે એટલે તે 388 રૂપિયા વધી ગયો છે.
ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૧૨ વાગે
બજાર સૂચકઆંક વધારો
સેન્સેક્સ 52,355.27 +122.84 (0.24%)
નિફટી 15,725.60 +35.25 (0.22%)
- Advertisement -
આ અગાઉ છેલ્લા સત્રમાં ગુરુવારે બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 382.95 પોઇન્ટ ઘટીને 52,232.43 પર બંધ રહ્યો તો બીજી તરફ નિફ્ટીએ 114.15 અંક વધીને 15,690.35 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,381.88 સુધી ઉછળ્યો હતો જ્યારે નિફ્ટીએ 15,730.70 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.શરૂઆતી કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટીમાં 0.2 ટકાની ઊપર મજબૂતી જોવા મળી છે.
આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 0.07 ટકા ઉછાળાની સાથે 35,675.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
- Advertisement -
પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ ઉપર કરો એક નજર
SENSEX
Open 52,367.52
High 52,389.02
Low 52,205.73
NIFTY
Open 15,712.50
High 15,733.25
Low 15,680.15


