ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંગણે ઇન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તા. 18-8-2023 ને શુક્રવાર સમય સાંજે 4-00 કલાકે ભારત સરકાર યુવા મંથનના નેતૃત્વ હેઠળ જી-20ની કાર્યરચના સમજીને એનું રેપ્લિકા મોડેલ જી-20 કરવામાં આવ્યું હતું.
આપણા પ્રધાનમંત્રીના નેતૃત્વની અંદર જે કાર્યો જી-20માં થઈ રહ્યાં છે તે સમજી અને જી-20 અંતર્ગત આપણે આ મોડેલ જી-20 યોજવામાં આવ્યું હતું. જ્યાં 18થી 22 વર્ષના યુવા વિદ્યાર્થીઓ અલગ-અલગ 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી અને ઋીિીંયિ જ્ઞર ઠજ્ઞસિ બાબતે ચર્ચાવિચારણા કરી હતી. આ મોડેલ જી-20ના દિપ પ્રાગટ્યમાં રાજકોટ મ્યુનિસિપાલિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, રીચા ભગદેવ ‘ડિસ્કવર યુ’ ફાઉન્ડર તથા અંશ ભારદ્વાજ ગુજરાત આઉટરીચ પાર્ટનર યુવા મંથન દિલ્હી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ ઇશા ત્યાગી, માનસી અગરવાલ, મીતભાઈ ધ્રાફાણી અને વિદ્યાર્થીઓએ ડાયરેકટર નિયંત ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી કરી હતી.