ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં આઇપીએસ અધિકારીની બદલી કરવાના હુકમો તાજેતરમાં થયા હતા જેમાં જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી ની પણ બદલી કરવામાં આવી હતી તેની જગ્યાએ જૂનાગઢ રેન્જ આઇજી તરીકે નીલેશ જાંજડીયા અને એસપી તરીકે સુરત સીટી જોન 5 માંથી હર્ષદ મેહતાની નિમણૂંક કરવામાં આવી હતી.
ત્યારે ગઈકાલે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા એ ચાર્જ સાંભાળ્યો હતો અને આજે રેન્જ આઇજી નિલેશ જાંજડીએ ચાર્જ સાંભાળ્યો જયારે રેન્જ આઇજી તરીકે નિલેશ જાંજડિયા ને જૂનાગઢ થી ખુબ વાકેફ છે તે અગાઉ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે બંને અધિકારી પોલીસ બેડામાં ખુબ સફળ કામગીરી કરી ચુક્યા છે.