વિદ્યાર્થીઓને ખબર પડશે કે કઈ કોલેજ બેસ્ટ છે
ખાસ-ખબર સંવાદદાતા
જે રીતે દેશની યુનિવર્સીટી, કોલેજો અને આઈઆઈટીને નેશનલ ઈન્સ્ટીટયુટ રેન્કીંગ ફ્રોમ વર્ક (એનઆઈઆરએફ) અંતર્ગત રેન્કીંગ આપવામાં આવે છે. તે રીતે હવે દેશની બધી મેડીકલ કોલેજોમાં રેટીંગની વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. રેન્કીંગ દેવાનો પાયલોટ પ્રોજેકટ આવતા એક વર્ષમાં શરૂ થઈ જશે
તેના માટે નેશનલ મેડીકલ કમીશન (એનએમસી)ના મેડીકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ કવોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડીયા સાથે એમઓયુ સાઈન કર્યા છે.
- Advertisement -
એસેસમેન્ટ રેટીંગનાં પેરામીટરનાં આધારે નિયમોને તૈયાર કરવામાં આવશે. એનએમસીનાં મીડીયા ડીવીઝન પ્રમુખ અને એથિકસ મેડીકલ રજીસ્ટ્રેશન બોર્ડનાં સભ્ય ડો.યોગેન્દ્ર મલીક અનુસાર કવોલીટી કાઉન્સીલ તરફથી રેટીંગ અને એસેસમેન્ટ માટે પેરામીટર ફાઈનલ કરી બોર્ડને આપવામાં આવશે.
મેડીકલ છાત્રોને દરેક મેડીકલ કોલેજનાં ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટી સહીત રેટીંગની જાણકારી પણ મળી જશે.
શરૂઆતમાં કેટલીક મેડીકલ કોલેજોની રેટીંગની પ્રક્રિયા શરૂ થશે અને ધીરેધીરે બધી મેડીકલ કોલેજોને આ ક્ષેત્રમાં લાવવામાં આવશે.કવોલીટી કાઉન્સીલની સાથે મળીને એસેસમેન્ટ પ્રોસેસને પૂરી કરવામાં આવશે. રેટીંગમાં રિસર્ચ ફેકટરીની મોટી ભૂમિકા રહેશે. દેશભરમાં મેડીકલ એજયુકેશનના સ્તરને બહેતર બનાવવાનાં ઉદેશથી ગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન રેગ્યલન્સ 2023 જાહેર કરાયા છે.
- Advertisement -
પ્રવેશ પહેલા રેટીંગ શા માટે મહત્વનું: મેડીકલ એજયુકેશનમાં સુધારા માટે આ જરૂરી પહેલ છે. છાત્ર અને તેનાં વાલીઓને ખબર હોવી જોઈએ કે જે મેડીકલ કોલેજમાં પ્રવેશ લઈ રહ્યા છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર ફેકલ્ટી રિસર્ચ વર્કનું શું સ્થિતિ છે ફી સહીત સીસ્ટમમાં પારદર્શિતાનું પેરામીટર પણ હોવુ જોઈએ.