ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી વંથલી ખાતે કેબીનેટ કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી રાઘવજીભાઇ પટેલના હસ્તે રાષ્ટ્ર ઘ્વજને સલામી આપી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પરેડ નિરીક્ષણ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જયારે ગિર-સોમનાથ જિલ્લા કક્ષાની કોડીનાર ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં જિલ્લા કલેકટર રાજદેવસિંહ, ગોહિલના હસ્તે ત્રિરંગાને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે માર્ચ પાસ્ટ ટેબલો નિદેર્શન અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સમાજ સેવા માટે પદ્મશ્રી જાબુંરના હિરાભાઇ લોબીને સન્માનીત કરવામાં આવ્યા હતા. એજ રીતે દીવના પદ્મભુષણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કલેકટર ફરમાન બ્રહ્મા દ્વારા રાષ્ટ્ર ઘ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
એજ રીતે બંન્ને જિલ્લામાં સરકારી કચેરી તેમજ ખાનગી શાળાઓ સહિત અનેક ગ્રામ પંચાયત કચેરી ખાતે અને ધાર્મિક જગ્યામાં રાષ્ટ્ર ઘ્વજને સલામી આપીને 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.