2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા, 63 વિદેશી આરોપીઓમાં 38 પાકિસ્તાની અને 6 અફઘાની પકડાયા: DGP આશિષ ભાટીયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને અઝજના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે 40 કિલો ડ્રગ્સ અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 1992 બાદ પ્રથમ વખત હથિયારો પકડાયા છે. આ બોટમાંથી સલાયા અને ઓખાની વચ્ચે ડ્રગ્સ લેન્ડ થવાનું હતું.
- Advertisement -
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બોટ અને હથિયારોની માહિતી મળતાં જ કોસ્ટગાર્ડે આખું ઓપરેશન તૈયાર કર્યું હતું. આ ઓપરેશન 6 દિવસ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાનના કરાંચી બંદરથી આ બોટ રવાના થઈ હતી અને હાજી બલોચ નામના વ્યક્તિએ ડ્રગ્સ અને હથિયારો મોકલ્યા હતાં. બોટમા રહેલા સિલિન્ડરની નીચે ડ્રગ્સ છુપાવેલું હતું. જેની બજાર કિંમત 300 કરોડ થાય છે. આ બોટમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાયાં છે. જેમાંથી 38 પાકિસ્તાન અને 6 અફઘાનિસ્તાનના નાગરિકો છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં 4374 કરોડનો માદક દ્વવ્યોનો જથ્થો ઝડપાયો છે. હાલમાં ઝડપાયેલી બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી પિસ્ટલ અને 120 કારતૂસ મળ્યા હતાં.
- Advertisement -
ગુજરાતના દરિયામાંથી છેલ્લાં દોઢ વર્ષમાં પકડાયેલાં ડ્રગ્સનાં લેખા-જોખા
તારીખ કિંમત સ્થળ
26-12-2022 300 કરોડ ઓખા
ઓક્ટોબર-2022 350 કરોડ —–
સપ્ટેમ્બર-2022 40 કિલો —–
જુલાઈ-2022 376 કરોડ મુન્દ્રા
એપ્રિલ-2022 300 કરોડ ગાંધીધામ
15-9-2021 3000 કરોડ મુંદ્રા પોર્ટ
23-9-2021 150 કરોડ પોરબંદર
24-9-2021 19.62 લાખ સુરત
27-9-2021 26 લાખ બનાસકાંઠા
10-11-2021 315 કરોડ ખંભાળિયા
14-11-2021 600 કરોડ ઝીંઝુડા (મોરબી)
20-12-2021 400 કરોડ જખૌ (કચ્છ)
21-4-2021 2500 કરોડ કંડલા
25-4-2021 350 કરોડ જખૌ (કચ્છ)
18-5-2021 —- કચ્છ