ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કૉંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ ગોવિંદભાઈ રાજાભાઈ કીહલા સૂચનાથી ગોંડલ શહેર તથા તાલુકા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ તરીકે રૂસભરાજ પરમાર નિમણૂક કરવામાં આવી હતી . આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકા તથા તાલૂકા પંચાયત ની ચૂંટણી દરમિયાન તેમની નિમણૂક થતા શહેર તથા તાલુકા કોંગ્રેસ જવાબદારી તેમને સોંપવામાં આવતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો છે . આ સાથે તેમને જણાવ્યું હતું કે આગળના દિવસોમાં શહેર તથા તાલુકા ની સમિતિની રચના કરી વધુ સારી કામગીરી કરવામાં આવશે અને આગામી દિવસોમાં શહેર તથા તાલુકા માં કોંગ્રેસ વધુ મજબૂત બનાવવામાં આવશે . આ નિમણૂકના નિર્ણયને શહેર કોંગ્રેસ તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો હતો
ગોંડલ શહેર તથા તાલુકા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ તરીકે રૂસભરાજ પરમાર નિમણૂક કરવામાં આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias


