કેટરીના કૈફે પતિ વિકી કૌશલ અને સાસુ-સસરા સાથે ખૂબ જ ધામધૂમથી તેની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી. કેટરીનાએ તેના કરાવવા ચોથની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં આખો પરિવાર બાલકની પર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ કેટરીના કેફની પહેલી કરવા ચોથ હતી જેને તેણે પતિ વિક્કી કૌશલ અને સાસુ-સસરાની સાથે ખૂબ જ ધૂમધામથી ઉજવી. વહૂ કેટરીના માટે સાસુ-સસરા ઉપરાંત વિક્કી કૌશલે પણ ખૂબ તૈયારીઓ કરી હતી.
- Advertisement -
પહેલી કરવા ચોથ હતી તેથી તેને ખાસ બનાવવામાં કોઈ કસર બાકી ન હતી રાખી. અભિનેત્રીએ કેટરિના અને વિકી કૌશલની પહેલી કરાવવા ચોથ કેવી હતી તેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કેટરીનાએ શેર કરી તસવીરો
કેટરીના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવા ચોથની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે વિકી કૌશલ અને તેના સાસુ-સસરા સાથે પોઝ આપતી જોવા મળે છે. વિક્કી કૌશલે પ્રથમ કરાવવા ચોથ પર ક્રીમ કલરનો કુર્તા-પાયજામા પહેર્યો હતો, જ્યારે કેટરિનાએ સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. સુહાગણ બનેલી કેટરીના સોળ શણગાર સજી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
- Advertisement -
View this post on Instagram
માથા પર સિંદૂર, ગળામાં મંગળસૂત્ર… કંઈક આવો હતો કેટરીનાનો લૂક
આ તસવીરો વિકી કૌશલે તેના ઘરના ટેરેસ પરથી ક્લિક કરી હતી. કપાળ પર ચાંદલો, માંગમાં સિંદૂર, હાથમાં લાલ બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિના અને વિકીના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. રાજસ્થાનના બરવાડા કિલ્લાના સિક્સ સેન્સ રિસોર્ટમાં બંનેએ સાત ફેરા લીધા. કેટરિના અને વિકીના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી.