વિ.હિ.પ.- બજરંગ દળ – દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે આયોજન
સૌ પ્રથમ વખત લેસર શો દ્વારા રામાયણના પાત્રો જીવંત કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિજયાદશમીનું પર્વ એટલે આસુરી શક્તિનો નાશ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષ્ાસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉંચામાં ઉંચા રાક્ષ્ાસના પૂતળા બનાવવાની તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. આગામી દશેરાના દિવસે તા. પ-10 ને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષ્ાસોના પૂતળાનું દહન કરાશે. આ વર્ષે રાજકોટ મહાનગરમાં વિ.હિ.પ., બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા ગુજરાતનો સૌથી ઉંચો 60 ફુટનો રાક્ષ્ાસ તથા અન્ય 30-30 ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે.
આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.)થી તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવે છે. જેઓ કેટલાક દિવસોની સખ્ત જહેમત અને મટીરીયલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને આ પૂતળાઓનું નિર્માણ
કરે છે.
આ વર્ષે રાજકોટ મહાનગરમાં ગુજરાતનો સૌથી ઉંચો રાક્ષ્ાસ બનશે. કારીગરોની ખાસ ટીમ આ પૂતળા બનાવવાની સ્પેશ્યાલીસ્ટ છે આ લોકો રાત-દિવસ જહેમત ઉઠાવીને આ પૂતળાઓ તૈયાર કરે છે. વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી તેમની સેવા લેવામાં આવે છે. સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે.
આ વખતે સૌ પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે લેસર શોનું આયોજન કરવામાં આવેલા છે.
- Advertisement -
આ લેસર શોમાં રામાયણના પાત્રોને સજીવ કરવામાં આવશે. જેમાં રામાયણમાં માતા સીતા અપરહણ તથા જટાયુ યુદ્ધ તથા લંકાદહન તથા રામાયણનું આખરી યુદ્ધ ખાસ લેસર શો દ્વારા 40 ફુટની હાઈટ ઉપર દર્શાવવામાં આવશે. આ લેસર શોમાં ખાસ સ્વીર્ઝલેન્ડ બનાવટની લેસર લાઈટની સ્પેશીયલ ઈફેકટ સાથે આ શો યોજવામાં આવશે.
જેમાં મુખ્ય ચાર ખૂબ જ અતિ આધુનિક લેસર તથા ર0 અન્ય લેસર લાઈટ દ્વારા આ શો કરવામાં આવશે તેમજ લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દૃશ્યો જેમાં ફોગીંગ દ્વારા લેસર શો કરવામાં આવશે તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી આ લેસર શો કરવામાં આવશે. આ લેસર શોના સંચાલક અમર ઠાકર દ્વારા કરવામાં આવશે.



