By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    5 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    7 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    8 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    6 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન સંસ્કૃતિની ગરિમાનું ખંડન કરવાનો અપૂર્વમુનિને કોઈ હક્ક નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > સનાતન સંસ્કૃતિની ગરિમાનું ખંડન કરવાનો અપૂર્વમુનિને કોઈ હક્ક નથી
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

સનાતન સંસ્કૃતિની ગરિમાનું ખંડન કરવાનો અપૂર્વમુનિને કોઈ હક્ક નથી

Khaskhabar Editor
Last updated: 2022/09/14 at 6:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

લેખક પરખ ભટ્ટનો ધગધગતો ખુલ્લો પત્ર

પોતાની લીટી લાંબી કરવાના બદલે અન્ય સંપ્રદાયની લીટી ભૂંસવાની કે અન્ય સંપ્રદાયને નીચો બતાવવાની શરૂ થયેલી હોડ સમગ્ર હિન્દુ સમાજને ખતમ કરી નાખશે. આવા પ્રયાસો સામે સનાતન ધર્મના રક્ષક સમાન સાધુ-સંતોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું જ છે. સાથોસાથ કલમના ઉપાસકો પણ મેદાનમાં આવ્યા છે. આવા જ એક કલમસેવી લેખક પરખ ભટ્ટના પુણ્ય-પ્રકોપને ‘ખાસ-ખબર’ના વાંચકો માટે ખાસ સ્ટોરી સ્વરૂપે અક્ષરશ: મૂકવામાં આવ્યો છે…

- Advertisement -

પ્રતિ
અપૂર્વમુનિ સ્વામી,

ખરૂં કહું તો આ વિવાદમાં કશું જ બોલવાની ઈચ્છા નહોતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુઓ જે કંઈ બોલ્યા એ એમની અજ્ઞાનતા અને અલ્પમતિ પૂરવાર કરે છે… પરંતુ આપનો એક વીડિયો મારા ધ્યાનમાં આવ્યો; જેમાં આપ નાકનાં ફણગાં ફુલાવી, નેણ ઊંચા કરી, ચહેરા પર કુટિલ-વ્યંગાત્મક સ્મિત અને અત્યંત અહંકારભાવના અતિરેક સાથે કહો છો કે અમે કોઈ અભણ બાવાઓ નથી. અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી. ગલીએ-ગલીએ ફરીને હાથ લાંબો કરીને ભીખ માંગનારા નથી. વી આર ઓલ એજ્યુકેટેડ સાધુ’ઝ! વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ન કેવળ તમારી સ્કૂલોમાં, પણ કેમ્બ્રિજ- ઑક્સફોર્ડ ને હાર્વર્ડની અંદર લેકચર આપનારા સાધુ છીએ.

- Advertisement -

હિંદુ એકતાને બદલે સંપ્રદાયો અને નાત-જાતના વાડામાં સમાજને વેચવાના હિન પ્રયાસો સાધુને ન શોભે

ફેબ્રિકેટેડ સાધુત્વ છોડીને વાસ્તવિક સંન્યાસીની જીવનશૈલી અપૂર્વમુનિએ સમજવી જરૂરી

સાધુ-વેશ પહેરવો અને સાધુસત્ત્વને પામવા વચ્ચેનો ભેદ અપૂર્વમુનિ ભૂલ્યા!

સંપ્રદાયો અને નાત-જાતમાં વહેંચાઈ ગયેલી સનાતન સંસ્કૃતિ એક એવા પડાવ પર આવીને ઊભી છે, જ્યાં આ બધા વાડા સામૂહિક હિંદુ-એકતા માટે બાધારૂપ સાબિત થઈ રહ્યા છે એમાં વધારો કરવાની નહીં, પણ એનો આર્તનાદ સાંભળવાની જરૂર છે એટલે આ ઉઘાડો પત્ર આપને લખી રહ્યો છું. આપે સાધુ-વેશ ધારણ કર્યો, પરંતુ સાધુતત્ત્વ અને સાધુસત્ત્વને ન પામી શક્યા, એ અંગે હું ખેદ વ્યક્ત કરૂં છું. આપ એ સંસ્કૃતિ અને સાધુત્વનું અપમાન કરી રહ્યા છો, જેના પ્રતાપે આપ ભગવા વસ્ત્રો ધારણ કરીને દેશ-વિદેશની યાત્રા કરી રહ્યા છો. જે ભગવાએ આપને આટલું માન-સન્માન અપાવ્યું, એના પરત્વે જ આટલી કૃતઘ્નતા?

મારા આપને કેટલાક પ્રશ્ર્નો છે. નાથ સંપ્રદાય, નાગા સાધુઓ, ઉદાસિન અનુયાયીઓ અંગે ક્યારેય આપે કશું વાંચ્યું છે? ઉપરોક્ત વિધાન ઉચ્ચારતાં પહેલાં આપે ભિક્ષા માંગવા જવા પાછળના તર્ક અંગે આપના ગુરુ પાસેથી કંઈ જાણ્યું છે? ઓહ, સોરી… આપના કોઈ સિદ્ધગુરુ છે ખરા કે પછી સીધા જ ગાદી ઉપર બેસી ગયા?
જો આપ કેદારનાથની મુલાકાતે જાઓ તો તેના ક્ષેત્રપાળ ભૈરવના દર્શને અચૂક જજો. એ જગ્યાની સારસંભાળ જે રાખે છે, એમનું નામ છે- શનિનાથ બાબા! જે પોતે કાનફટ્ટ છે… એક એવી વ્યક્તિ જેમણે વર્ષોની સાધના અને તપસ્યા બાદ ગુરુ પાસેથી દીક્ષા લઈ આખેઆખા કાન વીંધાવ્યા છે! એ વ્યક્તિ પાસેથી જાણજો કે સંન્યાસી માટે ભિક્ષા કેટલી અગત્યની છે!

ભારતના મોટાભાગના સંપ્રદાયોમાં દીક્ષાપ્રાપ્તિ અને સંન્યાસ ધારણ કર્યા બાદ સર્વપ્રથમ પોતાના પરિવારની ભિક્ષા માંગવા જવાનું કથન છે, જે સંસારમાં વ્યક્તિમાં જન્મ લીધો, જે પરિવારમાં તેનો ઉછેર થયો, જે પરિવારે તેને પ્રેમપૂર્વક સાચવ્યો એની જ પાસેથી સંન્યાસ-જીવનની સર્વપ્રથમ ભિક્ષા લેવા જવાનો અર્થ છે: મમત્વ, મોહ અને માયાનો ત્યાગ!
ભિક્ષા માંગવી એ સાધુ માટે વાસ્તવમાં ભિખારીવૃત્તિ નહીં, પરંતુ સમષ્ટિને એકસમાન દ્રષ્ટિકોણથી જોવાની ઘટના છે. આપ જે ભણતર અને જીવનશૈલીના ગુમાનમાં રાચી રહ્યા છો, એના ખોખલાપણાં અંગે કોઈ ગુરુએ ક્યારેય આપને શીખવ્યું જ નથી લાગતું. આખા વિશ્ર્વમાં માત્ર આપ જ એવા સાધુ નથી, જે એજ્યુકેટેડ અને સોફિસ્ટિકેટેડ જીવન જીવીને આવ્યા હોય. બીજા અસંખ્ય છે. હિમાચલ પ્રદેશમાં વસતાં શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીનું નામ સાંભળ્યું છે? ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડામાં આપબળે ફક્ત અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં કરોડોનું એમ્પાયર ઊભું કરનાર એ વ્યક્તિએ 30માં વર્ષે એકઝાટકે સંસારનો ત્યાગ કરીને બે વર્ષ સુધી આકરી સાધના કરી! સ્વયં રાજરાજેશ્ર્વરીનો એમને સાક્ષાત્કાર થયો અને હિમાલયમાંથી પરત ફર્યા બાદ જીવનની પહેલવહેલી ભિક્ષા તેઓ પોતાના પરિવાર પાસે માંગવા ગયા!

નાથ સંપ્રદાય, નાગા સાધુઓ, ઉદાસીન સંપ્રદાયની પરંપરાઓ ખોટી? પોતાની જાતને એજ્યુકેટેડ ગણાવતાં અપૂર્વ સ્વામીની અહંકારથી ભરપૂર વાણી

ઓમ સ્વામી ઉપરાંત અભયચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનું નામ સાંભળ્યું છે? કરોડોની મિલ્કત, સ્થાવર-જંગમ સંપત્તિ અને ફાઈવ સ્ટાર હોટેલ્સની લાઈફસ્ટાઈલ ત્યાગીને ઈશ્ર્વરની ખોજમાં નીકળી પડેલી એ વ્યક્તિઓને શું આપ ભિખારી કહેશો? એક વાસ્તવિક સાધક અને બની બેઠેલાં ધર્મના દંભી ઠેકેદાર વચ્ચે આટલો જ તફાવત હોય છે, અપૂર્વમુનિજી! માફ કરશો, પણ ‘સાધુ’ શબ્દ આપના મુખે જરા પણ શોભતો નથી. સેવા અને સાધના કરે એ સાધુ હોય. આપના ખાતામાં દસ હજાર લોકોનું ધ્યાન જમા થયેલું છે? ભગવો ધારણ કર્યા બાદ શું આપે જીવનમાં ક્યારેય અસત્ય ન ઉચ્ચાર્યુ હોય એવું બન્યું છે? જો આ પ્રશ્ર્નોના જવાબ નકારમાં હોય, તો મહેરબાની કરીને આપે ‘સ્વામી’ પદનો ત્યાગ કરવો જોઈએ. સનાતન સંસ્કૃતિની ગરિમાનું ખંડન કરવાનો આપને કોઈ અધિકાર નથી! થોડા સમય પહેલાંના વીડિયોમાં આપ ‘પાટીદાર’, ‘રાઠોડ’, ‘પરમાર’ સંબંધિત જ્ઞાતિવાદી ટિપ્પણીઓ કરતાં જોવા મળ્યા હતાં… આપના શબ્દો હતા, આપણા (પાટીદાર) સમાજના કલેકટર ને કમિશનર થવા જોઈએ! અરે, સાહેબ… સાધુની ભલા કોઈ જ્ઞાતિ હોય? કોઈ સમાજ હોય? સાધુ તો ચલતા ભલા. જૂના સમયમાં તો ત્રણ દિવસથી વધારે એક જગ્યા પર સાધુઓ રોકાતાં સુદ્ધાં નહીં. ગુરુઓનો સ્પષ્ટ આદેશ રહેતો કે સમાજ માટે આસક્તિ પેદા થાય, એવા એક પણ સ્થાન ઉપર ત્રણ દિવસથી વધારે રોકાવું નહીં! સાધુ તો પોતાના અનુયાયીઓને આત્મા, જીવાત્મા અને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરે! જ્યારે આપ તો ફક્ત ‘હું-હું’કારમય જીવન જીવીને તુંડમિજાજીપણું અને ઉદ્ધતાઈનું પ્રદર્શન કરી રહ્યા છો. સંસાર છોડ્યાના આટઆટલા વર્ષો બાદ પણ જો આપને સદ્બુદ્ધિ ન આવી હોય, તો મારા આ એક પત્રથી આવી જશે એવું માનવું ભૂલભરેલું છે. આમ છતાં, એક વિનમ્ર પ્રયાસ જરૂરથી કરવો એવું મારા કૃષ્ણ મને શીખવે છે. મહાભારતનું યુદ્ધ નિશ્ર્ચિત હતું, આમ છતાં દુર્યોધન પાસે શાંતિપ્રસ્તાવ લઈને જવામાં કૃષ્ણને સ્વધર્મ દેખાયો… બસ, એ જ પથ પર ચાલવાનો આ એક પ્રયાસ હતો. આપ અને આપના સંપ્રદાયોના કેટલાક લોકોને લીધે આખા સ્વામીનારાયણ પંથની ગરિમા લજવાઈ રહી છે, એટલી સીધી અને સરળ વાત આપને સમજાય તો સારૂં! ફેબ્રિકેટેડ સાધુત્વ છોડીને વાસ્તવિક સંન્યાસીની જીવનશૈલીને અનુસરવાનો પ્રયત્ન કરો, એવી ઈશ્ર્વર પાસે અભ્યર્થના.
સૌજન્ય: પરખ ભટ્ટ
(તંત્ર-ઉપાસક, લેખક, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર)

 

You Might Also Like

મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ

‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’

‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

TAGGED: AAPURVAMUNISWAMI, PARAKHBHATT, SWAMINARAYAN, writer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article BAPS સંસ્થાનું સાહિત્ય એટલે: સનાતન ધર્મ વિરૂદ્ધ બીજ વાવવાના ગોરખધંધા
Next Article પોતાના સંપ્રદાયને મોટો બતાવવા અન્ય દેવોનું અપમાન યોગ્ય નથી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
TALK OF THE TOWNગુજરાત

‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?